મંડે પોઝિટિવ:મા અંબાનું મંદિર અને મસ્જિદની થીમ નસવાડીમાં કોમી એકતાનું પ્રતિક બની

નસવાડી22 દિવસ પહેલા
  • કૉપી લિંક
નસવાડીમાં ગણપતિની પ્રતિમા સાથે માં અંબેનું મંદિર અને નુરાની મસ્જિદની થીમ ગ્રામજનોના કોમી  એકતા પ્રતિક બની હોવાથી નગરમાં આકર્ષણનું કેન્દ્ર બની રહ્યું છે. - Divya Bhaskar
નસવાડીમાં ગણપતિની પ્રતિમા સાથે માં અંબેનું મંદિર અને નુરાની મસ્જિદની થીમ ગ્રામજનોના કોમી એકતા પ્રતિક બની હોવાથી નગરમાં આકર્ષણનું કેન્દ્ર બની રહ્યું છે.
  • નસવાડીમાં શ્રીજી પ્રતિમા સાથે કરાયેલું ડેકોરેશન આકર્ષણનું કેન્દ્ર
  • છેલ્લા 1 માસથી ચાર રસ્તાના યુવાનો થીમ બનાવવાની કામગીરીમાં લાગ્યા હતા

મઝહબ નહીં સીખાતા આપશમે બેર રખના, હિન્દ મેં હમ સારે જહાં સે અચ્છા હિન્દુસ્તાન હમારા. આ શબ્દને વર્ષોથી નસવાડીના ગ્રામજનો કોમી એકતાનું પાલન કરી સાબીત કરી રહ્યા છે. ત્યારે નસવાડી ટાઉન 8000થી વધુ વસ્તી ધરાવતું ગામ છે. દરેક કોમના લોકો નસવાડીમા રહે છે. હાલમા ગણેશજીની પ્રતિમાઓ સમગ્ર ગુજરાતમા બેસાડવામાં આવી છે. અને અલગ અલગ ડેકોરેશન તેમજ અન્ય થીમથી તૈયાર કરાઈ છે. ત્યારે નસવાડીના ચાર રસ્તાના યુવાનો આબેહૂબ દેખાય તેવો ચાર રસ્તા વિસ્તારની થીમ ગણેશ પંડાલમા બનાવી છે.

મા અંબેનુ મંદિર સાથે નુરાની મસ્જિદ દસ ફૂટના અંતરે છે. આ બન્ને થીમ તેમજ વિસ્તારના મકાનો દુકાનોની થીમ આકર્ષણનુ કેન્દ્ર બની છે. આજે પણ મંદિરમા આરતી અને મસ્જિદમા અઝાન વર્ષોથી એકસાથે થાય છે. દરેક તહેવાર ભાઈચારા શાંતિ સાથે ધામધૂમથી નસવાડીમા ઉજવાય છે. ગણેશ પંડાલમાં મંદિર, મસ્જિદની થીમ જોવા લોકો ઉમટી પડે છે. સાથે સેલ્ફી લેવાનો ક્રેઝ વધ્યો છે. મોટા ભાગના મોબાઈલ સ્ટેટ્સ પર હિન્દુસ્તાનના સોંગ પર થીમ મુકવામાં આવી છે. આડે દિવસો ધર્મના નામે બેફામ વાણી વિલાસ કરતા લોકોએ આ કોમી એકતાનુ પ્રતિક જોઈ શીખ લેવાની જરૂર છે.

દરેક તહેવાર ચાર રસ્તા વિસ્તારમાં ઉજવાય છે
ગણેશજી સાથે મંદિર, મસ્જિદની થીમ યુવાનો ભેગા થઈ એમની જાતે તૈયાર કરી છે. યુવાનોની આ સમજને અમે પણ બીરદાવી છે. મંદિરમા આરતી થાય બાજુની મસ્જિદમા અઝાન થાય. કોઈ મન ભેદ વર્ષોથી થયા નથી. આજે પણ દરેક તહેવાર ધામધૂમથી ઉજવાઈ રહ્યા છે. આ કોમી એકતાનુ પ્રતિક છે. વર્ષોથી આજ અમારો ભાઈ ચારો છે. - નરેન્દ્ર ભાઈ પાઠક, પૂજારી, માં અંબે મંદિર, નસવાડી

મંદિરમા આરતી - મસ્જિદમાં અઝાન એકસાથે થાય છે
હું નુરાની મસ્જિદમા પેશ ઈમામ છું. અઝાન હું આપું છું. મંદિરમા આરતી અને મસ્જિદમા અઝાન એકસાથે થાય છે. દરેક તહેવાર ભાઈચારા સાથે ઉજવાય છે. આજ મોટી એકતા છે. - મોલાના શોએબ રજા પેશ ઈમામ, નુરાની જામા મસ્જિદ, નસવાડી

અન્ય સમાચારો પણ છે...