રાજપુરા શાળાના શિક્ષકોની બેદરકારી:બાળકો રમતા હતા અને બપોર બાદ શિક્ષકો દરવાજો બંધ કરીને ઘરે જતા રહ્યાં!

નસવાડીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
રાજપુરા પ્રાથમીક શાળાના બાળકો ઝાપા ઉપર ઊભા રહેલા જણાય છે. - Divya Bhaskar
રાજપુરા પ્રાથમીક શાળાના બાળકો ઝાપા ઉપર ઊભા રહેલા જણાય છે.

આદિવાસી બાળકોમા ટેલનેન્ટ છે. આદિવાસી બાળકોને ભણવું છે. પણ શિક્ષકો ધ્યાન આપતા નથી. નસવાડી તાલુકાની પ્રાથમિક શાળાઓ પર જિલ્લાના અધિકારીઓ સવારે મુલાકત કરે તો શાળા ભલે દસ વાગ્યા પછી ખુલે પરતું આદિવાસી બાળકો 9 વાગ્યા પછી દફતર લઈ શાળાના ઓટલે આવી જતા હોય છે. ભલે પછી શાળાના સમયની શિક્ષકો મિનિટ પ્રમાણે આવે.

ગઢબોરીયાદ પાસે રાજપુરા પ્રાથમીક શાળાના શિક્ષકો બપોર બાદ શાળાએ જોવા મળ્યા ન હતા. શાળાની અંદરના ઝાપામા કેટલાક બાળકો હતા અને કેટલાક નદી બાજુ રમતા હતા. બાળકોને શિક્ષક કઈ ગયા છે નું પૂછતાં જાણવા મળ્યું હતું. બે શિક્ષકો હોવા છતાંય શાળામા આદિવાસી બાળકોને શુના મૂકી શિક્ષક ક્યાંક જતા રહ્યા હતા.

આ બાબતે જાગૃત નાગરિક દ્વારા નસવાડી તાલુકા શિક્ષણ અધિકારીને જાણ કરતા બીટ નિરિક્ષક શાળા પર મોકલ્યા હતા. બે શિક્ષક હોય એક શિક્ષક આવતો નથીનું જાણવા મળ્યું છે. જે શિક્ષક 7 દિવસથી આવ્યા નથી નું જાણવા મળ્યું છે. જ્યારે બાળકોને જે શાળામા શિક્ષિકા નથી તે શિક્ષિકા આગલા દિવસે ભણાવા આવી હતી નું બાળકો જણાવી રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...