ભાસ્કર વિશેષ:નસવાડી આકોના તરફની સ્ટ્રીટ લાઈટો બંધ રહેતાં હાલાકી

નસવાડીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
નસવાડી આકોના રોડ તરફની સ્ટ્રીટ લાઇટો બંધ હોઇ ગ્રામજનો રાત્રે પોતાની સાથે બેટરી લઇ જવા મજબૂર. - Divya Bhaskar
નસવાડી આકોના રોડ તરફની સ્ટ્રીટ લાઇટો બંધ હોઇ ગ્રામજનો રાત્રે પોતાની સાથે બેટરી લઇ જવા મજબૂર.
  • રાત્રે પગપાળા જઈ રહેલાં ગ્રામજનોને પોતાની સાથે બેટરી રાખવી પડે છે

નસવાડી જૂથ ગ્રામ પંચાયતની હદમાં આવતો નસવાડી આકોના રોડ જે નસવાડીના બજાર વિસ્તારના ગ્રામજનોને રાત્રે ફરવા માટેનો રોડ છે. નસવાડી ના બજાર વિસ્તારની મહિલાઓથી લઈ અન્ય સોસાયટીના લોકો રાત્રે આકોના ચોકડી તરફ પગપાળા જાય છે. ત્યારે અહીંની સ્ટ્રીટ લાઇટો ઘણા સમયથી બંધ રહેતાં લોકોને હાલાકી પડી રહી છે. નસવાડીના નર્મદા નગરથી લઈ નટવર નગર અને ધીરુભાઈ ભીલના ફાર્મથી લઈ હસુમતી ટ્રસ્ટના દવાખાનાથી લઈ આકોના ચોકડી સુધી નસવાડી જૂથ ગ્રામ પંચાયત દ્વારા સ્ટ્રીટ લાઈટો લગાવામાં આવી છે.

હાલ કેટલીક સ્ટ્રીટ લાઈટો બંધ છે. જેને લઈ નસવાડી જૂથ ગ્રામ પંચાયતમાં અવાર નવાર ગ્રામજનોએ રાતે લાઈટો ચાલુ કરવા રજૂઆત કરી છે. પરંતુ હાલ નસવાડી જૂથ ગ્રામ પંચાયતમાં કોઈ સાભળનારું છે જ નહીં. કારણ કે ગ્રામ પંચાયતની મુદત પૂર્ણ થયા બાદ ગ્રામ પંચાયતમાં વહીવટદાર નિમાયા છે. તેમને પણ ગ્રામજનોએ આ અંગે મૌખિક રજૂઆત કરી છે.

વર્ષે કરોડનો વેરો નસવાડી ગ્રામ પંચાયત લે છે. જેમાં લાઈટ વેરો પણ લે છે. છતાં આ બાબતે કોઇ ધ્યાન અપાતું નથી. હાલ તો નસવાડીના બજાર વિસ્તારના પગપાળા જતા મહિલાઓ સહિત લોકોને રાતે બેટરીઓ હાથમાં લઈ જવાનો વારો આવ્યો છે. આકોના ચોકડી તરફ જવાના રસ્તે સ્ટ્રીટ લાઈટો જલદીથી ચાલુ થાય તેવી લોકોની ઉગ્ર માગ છે.

રાત્રે અંધારામાં રસ્તામાં કોઈ જીવ જંતુ કરડે તેનો ભય રહે છે
આકોના રોડ તરફ મહિલાઓ ગ્રામજનો રાતે જમ્યા બાદ ચાલવા નીકળે છે. પણ કેટલીક સ્ટ્રીટ લાઈટો બંધ છે. નસવાડી પંચાયતવાળા કોઇ ધ્યાન આપતાં નથી. બેટરીઓ લઈ જવી પડી છે. કંઈક જીવ જંતુ કરડી જવાનો ભય રહે છે. લાઈટો જલદીથી ચાલુ કરાય તેવી અમારી ઉગ્ર માંગ છે. - ભાવનાબેન પટેલ, ગ્રામજન, નસવાડી

અન્ય સમાચારો પણ છે...