નસવાડી તાલુકાના અંતરિયાળ વિસ્તારમા કુપ્પા જૂથ પાણી પુરવઠા યોજનાની કામગીરી શરૂ કરાઈ છે. જે કામગીરીમા 72 ગામમા ફિલ્ટર પાણી પહોંચાડવાની યોજના છે. રૂા. 92 કરોડથી વધુની યોજનાની કામગીરીમા હાલ નસવાડી તાલુકાના ગામડામા પાણી પહોંચે તે માટે પાઈપ લાઈન નાખવાની કામગીરી શરૂ કરાઈ છે. જે કામગીરીમા ગામડા તરફ જતા મુખ્ય નવીન બનેલ ડામર રોડની બાજુમા પાણીની પાઈપ નાંખવામાં આવી છે. જે પાઈપ નાખવાની કામગીરીના ખોદાણની માટી રોડ તરફ નાખવામાં આવી હતી. જે માટી પાઈપ નાખ્યા બાદ પુરાણ કરાઈ છે.
પરતું માટી વ્યવસ્થિત રોડથી હટાવવામાં ન આવતા જે ડામર રોડ 3.75 મિટરની પહોંળાઈમા હતા તે હાલ 0.60 મિટરની પહોંળાઈમા દેખાઈ રહ્યા છે. હાલમા વરસાદ પડતાં રોડની માટીમા કીચડ થાય છે. ડામર રોડથી પસાર થતા વાહન ચાલકો અને પગપાળા ગ્રામજનો હાલાકી પડી રહી છે. જેતે કામગીરી કરનાર એજન્સી કરોડોનો કોન્ટ્રાકટ લે છે. પરંતુ વર્ષો પછી જે સારા રોડ ગામડાના બન્યા છે.
તે રોડની પરિસ્થિતિ હાલ અલગ થઈ ગઈ છે. કોન્ટ્રાકટરો પાણીની પાઈપ લાઈનો નાખવાની કામગીરી કરે છે. ત્યારે છોટાઉદેપુર જિલ્લા પાણી પુરવઠા વિભાગ ડુંગર વિસ્તારના ગામડામા પોહચી રોડની પરિસ્થિતિ જોઈ કામગીરી કરાવે તેવી માંગ ઉઠી છે. નાનાવાંટથી હાંડલી જવાના રસ્તે તેમજ આજુબાજુના ગામડામા રોડ પર પડી રહેલ માટી વ્યવસ્થિત સફાઈ કરાય તે જરૂરી બન્યું છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.