પુલ બનાવો:કોઝવે ન બનતાં પાણી વચ્ચે જઈ ગ્રામજનોનો સૂત્રોચાર

નસવાડી18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • નાયબ મુખ્યમંત્રીએ 10 મહિના પહેલાં ખાતમુહૂર્ત કર્યું હતું
  • મંત્રી બદલાયા બાદ ગઢબોરીયાદ-કાધાનો કોઝવે બનશે કે નહીં તે ચર્ચા

નસવાડીના ગઢબોરીયાદથી કાધાને જોડતાં ડામર રોડ વચ્ચે લો લેવલનો કોઝવે આવે છે. જે કોઝવે પર સેલ્બ ડ્રેઈન બનાવવા ખાત મુહૂર્ત નાયબ મુખ્યમંત્રીએ ડિસેમ્બર માસમા કર્યું હતું. જે કામગીરી શરૂ થયેલ ન હોય જેને લઇ કોઝવે વરસાદમા પાણીમા ગરકાવ થતો છે. 100થી વધુ ગામના ગ્રામજનોને મુશ્કેલી પડતી હોઇ વિસ્તારના ગ્રામજનો સાથે કોંગ્રેસના માજી ધારાસભ્ય ધીરુભાઈ ભીલ કોઝવે પર આવી સરકાર પુલ બનાવોના સુત્રોચાર કર્યા હતા. અને કામગીરી ચાલુ નહી થાય તો 11મીએ મામલતદાર કચેરીમા ધરણા કાર્યક્રમ કરવાની ચીમકી ઉચ્ચારી છે.

માજી ધારાસભ્ય ધીરુભાઈ ભીલના જણાવ્યા મુજબ નાયબ મુખ્યમંત્રી બદલાય ગયા હવે ખાત મુહૂર્ત કરેલ કામ થશે કે નહીં એનો અમને ડર લાગે છે. તો આજે વિરોધ કર્યો છે. અને ભાજપ સરકાર જાગે અને કરેલ ખાત મુહૂર્તના કામ ચાલુ કરે તેવી માંગ કરી છે. ભાજપના સંખેડા ધારાસભ્ય અભેસિંહ તડવીએ સ્થળ પર કામગીરીને લઈ જાન્યુઆરી માસમા ખાત મુહૂર્ત કર્યું હતું.

પરતું કોરોના વાયરસની બીજી લહેરને લઈ મોટું સ્લેબ ડ્રેઈનનું કામ હોઇ જે સંખ્યામાં મજૂરો જોઈએ તે કામગીરી માટે આવતા નથી. જેને લઈ કામગીરી શરૂ થઈ નથી. આ કામગીરી ટુક દિવસોમા શરૂ કરી દેવામાં આવશેનું જાણવા મળ્યું છે.

અન્ય સમાચારો પણ છે...