તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અમલીકરણ:વેક્સિન વગર વેપાર કરતા 20 દુકાનોના શટર બંધ કરાવાયા

નસવાડી3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • નસવાડી મામલતદારની ટીમ સાથે પોલીસનો સપાટો

નસવાડી ટાઉનમા દુકાનદારોથી લઈ વેપારીઓ બિન્દાસ્ત વેપાર કરે છે. જેમાં જિલ્લા કલેક્ટરના જાહેરનામાને લઈ કેટલાક દુકાનદારો વેપારીઓ કોરોના વેક્સિન લીધી હતી. જ્યારે કેટલાયએ વેક્સિન લીધી ન હોઇ અને જાણે કઈ પડી ન હોય તેમ બિન્દાસ્ત બન્યા હોઇ ચમત્કારને નમસ્કારની ભાષા સમજતા હોઇ તેમ નસવાડી મામલતદારની ટીમ સાથે નસવાડી ટાઉન પોલીસ નસવાડી ટાઉનમા દુકાને દુકાને ફરી હતી અને જેમની પાસે કોરોના રસી લીધી છે તેમના સર્ટી ચેક કર્યા હતા.

જ્યારે જેમને રસી લીધી ન હતી તેઓને દુકાન હાલ પૂરતી બંધ કરી રસી મુકાવવા સૂચનો કર્યા હતા. નસવાડીની 20થી વધુ દુકાનો બંધ કરાવી નસવાડી મામલતદારની ટીમ દ્વારા કામગીરી કરાઈ હતી. નસવાડી ટાઉનમા મામલતદાર ચેકિંગ કરી રહ્યા છે બાબતે જાણ થતા વેપારીઓ, દુકાનદારો, લારી ગલ્લાવાળાઓ કોરોના રસી લેવા દોડ્યા હતા અને જેમને રસી લઈ મામલતદારનો સંપર્ક કરતા તે દુકાન શરૂ થઈ હતી. એકંદરે જિલ્લા કલેકટરના જાહેરનામાનો અમલને લઈ હવે તંત્ર કડક હાથે કામગીરી શરૂ કરેલ છે.

અન્ય સમાચારો પણ છે...