તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આયોજન:ગુરુવાર સુધી વેક્સિન લેવાનું ફરમાન પછી દુકાનો શિલ કરવા કામગીરી કરાશે

નસવાડી3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • નસવાડીના વેપારીઓ સાથે ડે કલેકટરે બેઠક કરી
  • વેક્સિન ન લેનારને RTPCR રિપોર્ટ બતાવવો પડશે

કોરોના વાયરસ જતો રહ્યો તેમ હવે બધા જ નિયમો નેવે મુકાઈ ગયા છે. સરકારી તંત્ર કોરોના વાયરસની બીજી લહેરમા ભારે મુશ્કેલીમા મુકાયુ હતું. ત્યારે ત્રીજી લહેર આવે અને કેવી હોય તે કોઈ જાણતું નથી. નસવાડી ટાઉનના વેપારીઓ સાથે નાના મોટા લારી ગલ્લા વાળા સાથે બોડેલી ડે કલેકટર ઉમેશભાઈ શાહ સાથે નસવાડી તાલુકા તંત્ર ગ્રામ પંચાયત સરપંચ ઉપ સરપંચની હાજરીમા બેઠક યોજાઈ હતી.

હવે વેક્સિન લેવી પણ જરૂરી છે જે આરોગ્ય માટે છે. જેને લઈ નસવાડીના તમામ વેપારીથી લઈ બધા માટે આવનાર ગુરુવાર સુધી વેક્સિન લઈ લેવા ડે કલેકટર સૂચન કર્યું છે. સાથે વેક્સિન ન લીધી હોય તો આરટીપીસીઆર ટેસ્ટનો ઓર્થોરાઈઝ લેટર બતાવવો પડશેનું ફરમાન કરાયું છે. કોરોના વેક્સિન નહી લે તો સરકારની ગાઈડ લાઈન મુજબ દુકાનો શીલ કરવાની પણ વાત ડે કલેકટર કરી છે.

અન્ય સમાચારો પણ છે...