તર્ક વિતર્ક:દુકાનના સંચાલક પોતાના જોખમે ટેમ્પો લઈ અનાજ બદલવા આવ્યા હતા, પુરવઠા મામલતદાર ગોડાઉન પર જઈ જવાબ લેવાની કાર્યવાહી કરી

નસવાડી12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • નસવાડી સરકારી અનાજના ગોડાઉનમાંથી ખાનગી ટેમ્પોમાં અનાજ ભરાયાનો વિડિયો વાઈરલ થયો હતો

નસવાડી સરકારી અનાજના ગોડાઉનમાંથી બુધવારે સાંજે ખાનગી ટેમ્પોમા અનાજનો જથ્થો ભરાયાના વીડિયો વાયરલમાં નસવાડી પુરવઠા મામલતદાર ગોડાઉન પર જઈ જવાબ લેવાની કાર્યવાહી કરી હતી. જ્યારે ગોડાઉન મેનેજર જવાબ આપવાથી ભાગ્યા. પુરવઠા વિભાગના વાહનો વગર ખાનગી વાહનોમા અનાજનો જથ્થો ભરાયો હોઇ અનેક તર્ક વિતર્ક સર્જાયો હતો.

નસવાડી સરકારી અનાજના ગોડાઉનમાંથી બુધવારે સાંજે એક ખાનગી ટેમ્પોમા સરકારી અનાજની બોરી ભરવામાં આવ્યા હતા. જે ખાનગી ટેમ્પો હોય અને એક જાગૃત નાગરિક દ્વારા આ વીડિયો ઉતારી વાયરલ કર્યો હતો. જેમાં એક ઓડિયો કલીપ પણ વાયરલ કરી હતી. જેમાં ગોડાઉન મેનેજર અને જાગૃત નાગરિકની વાતચીતમા ગોડાઉન મેનેજર ગોળ ગોળ જવાબ આપતો હતો.

નિયમ મુજબ ગોડાઉન પરથી ડોર સ્ટેપ ડિલિવરીના જ વાહનો અનાજનો જથ્થો લઈ જઈ શકે તેમ છે. છતાંય ખાનગી વાહનમા ક્યાં કારણોસર અનાજ ગોડાઉનમાંથી અપાયુ તે તપાસ ચર્ચાનો વિષય બન્યો હતો. ગુરુવારે અનાજનું ગોડાઉન ખોલતા જ ગોડાઉન મેનેજરને સોશિયલ મીડિયામા વાયરલ થયેલા વીડિયોને લઈ પૂછપરછ કરતા તેઓ મીડિયા કર્મીને જવાબ આપવાથી ભાગ્યા હતા.

ગાડીમાંથી અનાજ ઊતરતું હોવા છતાંય ગોડાઉન મેનેજર ગોડાઉન બંધ કરી ભાગ્યા હતા. આ બાબતને લઈ નસવાડી મામલતદારને ખબર પડતાં તેમના સૂચન મુજબ નસવાડી પુરવઠાની ટીમ ગોડાઉન પર આવી હતી અને ગોડાઉન ખોલાવી ગોડાઉન મેનેજરના જવાબ લેવાની કાર્યવાહી કરાઈ હતી.

અનાજ વિતરણ કરવાનું હોઇ ગોડાઉનમાંથી અનાજ બદલી આપ્યું છે
વાઈરલ થયેલા વિડિયોમા અનાજ સંગેવગે થયેલ નથી. અમે ગોડાઉન મેનેજર અને સંચાલકના જવાબ લીધા છે. અનાજ વિતરણ કરવાનું હોઇ ગોડાઉનમાંથી અનાજ બદલી આપ્યું છે. સ્ટોક ચેક કરતા બધું બરાબર જણાયું છે. - કલપીતભાઈ સેવક, નાયબ મામલતદાર, પુરવઠા નસવાડી

અનાજ ખરાબ આવ્યું હતુ તે ક્યાં ગયું તેનો ખુલાસો ન કરી મેનેજરે ગોળ ગોળ જવાબ આપ્યો
ગોડાઉન મેનેજર રજા મૂકી હોઈ લગ્ન પ્રસંગમા જવા નીકળ્યા હતા. તે પહેલા અનાજ ટેમ્પોમા ભરીને ગયા હતા અને વિડિઓ વાયરલ થતા તેઓ રજા પર હોવા છતાંય સવારના નસવાડી આવી ગયા હતા. કારણ કે ગોડાઉન પર અન્ય મેનેજર આવે કેમ? ગોડાઉન ખોલતા મીડીયાએ પ્રશ્ન કરતા તેઓ ગોડાઉન બંધ કરી રવાના થયા હતા. અને હું ઓન કેમેરા જવાબ નહીં આપું તેમ કહ્યું હતુ. જયારે અનાજ ખરાબ આવ્યું હતુ તે ક્યાં ગયું તે પણ કોઈ ખુલાસો મેનેજરે ન કરી ગોળ ગોળ જવાબ આપ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...