તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હાલાકી:ખુશાલપુરા ગામમાં 6 મહિના પહેલાં શરૂ થયેલી ગટરની કામગીરી હજુ પણ અધૂરી

નસવાડી2 મહિનો પહેલા
 • કૉપી લિંક
ખુશાલપુરા ગામે મુખ્યની ગટર લાઈન અધૂરી છે. - Divya Bhaskar
ખુશાલપુરા ગામે મુખ્યની ગટર લાઈન અધૂરી છે.
 • રોડ પર ચોમાસામાં 3 ફૂટ પાણી ભરાઈ રહેતાં ગ્રામજનોને હાલાકી પડે છે
 • ગ્રામ પંચાયત દ્વારા કામગીરીના નાણાં ચૂકવાઈ ગયા હોવાનો ગ્રામજનોનો આક્ષેપ

નસવાડી તાલુકાના ખુશાલપુરા ગામના મુખ્ય રોડ પર વરસાદમા 3 ફૂટ સુધીનું પાણી ભરાઈ રહેતું હોય છે. અને એ પણ ગામમાંથી અદાજીત 300 મિટરના મુખ્ય રોડ પર વરસાદી પાણી ભરાઈ રહેતું હોઈ ગ્રામજનોને ભારે મુશ્કેલી સર્જાતી હોય છે. જેને લઈ ગ્રામ પંચાયત દ્વારા ગ્રામજનોની રજૂઆત બાદ એક ફૂટની પહોંળાઈની સિમેન્ટના પાઈપવાળી ગટર લાઈન મંજૂર કરાઈ હતી. જેની કામગીરી ગ્રામ પંચાયત દ્વારા ગ્રામજનોના જણાવ્યા મુજબ અદાજીત 6 માસ પહેલા શરૂ કરાઈ હતી. જે ગટર લાઈનના ચેમ્બર બનવાના બાકી છે. તેમજ ગટર લાઈનના પાઈપો હજુ રોડની બાજુમા પડ્યા છે.

જે વિસ્તારમાંથી ગટર શરૂ કરાઇ હતી તે વિસ્તારથી થોડું જ ગટરનું કામ કરાયું છે. પરતુ હાલ ગટરનું કામ અધૂરું હોય તમામ ગ્રામજનો ગટરની કામગીરી પૂર્ણ કરવા માંગ કરી છે. ગ્રામજનો દ્વારા આ બાબતે તલાટી, સરપંચને જાણ કરી છે. છતાંય કોઈ સાંભળતું નથી અને ગ્રામજનોએ અંદર ખાનગી તપાસ કરતા આ ગટરના નાણાં ઉપાડી લેવાયાનો આક્ષેપ ગ્રામજનો કર્યો છે. ત્યારે નસવાડી ટીડીઓ આ બાબતે તપાસ કરી સ્થળ મુલાકત કરી તત્કાલ આ કામગીરી બાબતે તપાસ કરી ગ્રામજનોનો પ્રશ્ન હલ કરે તેવી માંગ ઉઠી છે.

આ ગટરના પાઈપ છ મહિનાથી રોડ પર પડી રહ્યા છે
ગટર લાઈનનું કામ અધૂરું છે. આવા તકલાદી પાઈપ હોતા હોય. કામ પૂર્ણ ન થયું અને અધૂરું છે. જિલ્લામાંથી ટીમ અમારા ગામમા તપાસ માટે આવે તો ખબર પડે અમારી સાચી પરિસ્થિતિ શુ છે. કામ બાબતે કોઈ ધ્યાન આપતું નથી. રોડ પર પાઈપો પડ્યા છે. એક વાહન આવે તો બીજુ ઉભુ રહે તેવી સ્થિતિ છે. અધૂરા કામની તપાસ થાય અને નાણાં ચૂકવાઈ ગયા છેની તપાસ થાય તેવી માંગ છે. - અમૃતભાઈ નાયકા, ગ્રામજન

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

  વધુ વાંચો