મુલાકાત:લિંડા સંકુલમાં ટ્રાયબલ વિભાગના સેક્રેટરી બાળકોની વ્યથા સાંભળીને જતા રહ્યાં

નસવાડી20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સરપ્રાઈઝ વિઝિટમાં આવેલ સેક્રેટરીએ બાળકોની બંધ રૂમમાં પૂછપરછ કરી
  • કન્યાઓએ ભોજનની ગુણવત્તાને લઈ પ્રશ્નો કર્યા હોવાનું જાણવા મળ્યું

રાજ્યમાં એવા પણ આઈએએસ અધિકારીઓ છે. જે તેમના ઊંચા હોદ્દા પર હોય અને આદિવાસી વિસ્તારના બાળકોના શિક્ષણને લગતો પ્રશ્ન જાણવા અચાનક રૂબરૂ મુલાકાતે આવ્યા હતા. નસવાડીના લિંડા શિક્ષણ સંકુલમાં 2300 બાળકો અભ્યાસ કરે છે. રાજ્યના ટ્રાયબલ વિભાગના મુખ્ય સેક્રેટરી ડૉ. મુરલી ક્રિષ્ના આઈએએસ મુલાકાતે આવ્યા હતા. કવાંટ જવાના હોય અચાનક તેઓ લિંડા પહોંચ્યા હતા, જેને લઈ લિંડા શિક્ષણ સંકુલના કેમ્પસમાં આચાર્યો સાથે શિક્ષકોની દોડધામ મચી હતી.

સેક્રેટરી સાથે જિલ્લા પ્રાયોજના અધિકારી સાથે હોય જેમાં આદિજાતિ વિકાસ મંત્રાલય ભારત સરકાર તથા આદિજાતિ વિકાસ વિભાગ ગુજરાત સરકાર જીએસટીઈએસ ગાંધીનગર સંચાલિત કન્યા સાક્ષરતા નિવાસી શાળા ધારસિમેલ, ઘૂંટીયાઆંબા, પીસાયતાના કલાસ રૂમની સીધી મુલાકાત કરી હતી. ડાયરેક્ટ આદિવાસી કન્યાઓને રૂબરૂ ચાલુ કલાસમાં જ પૂછપરછ કરી હતી. કન્યાઓ ફરિયાદ કરે અને આચાર્યો સાંભળે ન કરી સેક્રેટરીએ દરવાજા બંધ કરાવી એકલા શાળામાં શિક્ષણ તેમજ ખાતામાં નાણાં અને ભોજનની ગુણવત્તા પાણી તેમજ અન્ય પ્રશ્નોની પૂછપરછ કરી હતી.

કન્યાઓ કેટલાક પ્રશ્ન સેક્રેટરીને જણાવ્યા હતા. ત્યારબાદ સેક્રેટરી આચાર્યો સાથે ટૂંકી ચર્ચા કરી હતી. સેક્રેટરી ભોજન બનતા રસોડાની મુલાકાત કરશે એમ સૌ કોઈને લાગ્યું હતું, પરંતું તેઓ બાળકો ભોજન કરવા જતા હોવા છતાંય રસોડાની મુલાકાત કરી ન હતી. જેને લઈ બાળકો કઈક નારાજ થયા હતા. સેક્રેટરી લિંડા શિક્ષણ સંકુલમાં કલાક સુધી રોકાયા છતાંય પાણીનો ગ્લાસ તેઓ પીધો ન હોય અને રવાના થયા હતા. કન્યાઓ ભોજનની ગુણવત્તા ને લઈ પ્રશ્નો કર્યાનું જાણવા મળ્યું છે.

જ્યારે સેક્રેટરી આ બાબતે પ્રાયોજના અધિકારીને પ્રશ્ન હલ કરવા સૂચન કર્યાનું જાણવા મળ્યું છે. જ્યારે આચાર્યોને પણ દરેક બાબતે ધ્યાન આપવા કડક સૂચનો કર્યા હતા. કારણ કે ટ્રાયબલ વિભાગ આદિવાસી બાળકોના શિક્ષણ માટે કરોડોનો ખર્ચ કરે છે.તેમાં સહેજપણ બેદરકારી ચલાવી લેવાય નહીંનું જાણવા મળ્યું છે. હવે બાળકોએ કરેલ રજૂઆતના પ્રશ્ન ક્યારે હલ થશે તે જોવું રહ્યુંં.

એસટી બસમાં ખીચોખીચ ભરી બાળકોને લઈ જવાય છે
આદિજાતિ બાબતોના મંત્રાલય મુજબ ઓલ ઇન્ડિયા ટ્રાઈફેડના ચેરમેન રામસિંહ રાઠવા સાથે સેક્રેટરી કવાંટ તાલુકામાં જવા રવાના થતા હતા. લિંડા મોડલ સ્કૂલમાં આવતા બાળકોને એક બસ 120થી 150 બાળકોને લઈ જવાય છે અને ભોજન તેમજ પાણીના પ્રશ્ન બાબતે મૌખિક રજૂઆત જાગૃત નાગરિકે કરી હતી. જેનો પ્રશ્ન જલ્દી હલ કરવા તેઓ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...