તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હાલાકી:નસવાડીના ખેંદા ગામની શાળામાં પહેલા વરસાદે જ મુખ્ય દરવાજેથી પાણી ભરાયાં

નસવાડી3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અંતરિયાળ વિસ્તારની શાળા આગળ રોડ ઊંચા હોઇ પાણી નાનકડા મેદાનમાંથી રૂમમાં જાય છે

નસવાડી તાલુકા ના ડુંગર વિસ્તારની શાળાઓ હજુ પણ પ્રાથમીક સુવિધાઓ થી વંચિત છે પરંતુ આ વિસ્તાર ના કાચા રસ્તા હોય પૂરતી સુવિધાઓ નથી ત્યારે ડુંગર વિસ્તાર ની ખેંદા પ્રાથમીક શાળા હાલ તો સ્કૂલો બંધ છે અને ચોમાસા માં તો ડુંગર વિસ્તાર ની શાળા ઓ કાચા રસ્તા ને લઈ બંધ જ રહેતી હોય છે પરંતુ બંધ શાળા મા પેહલા જ વરસાદ નું પાણી રૂમ માં ઘુસ્યું છે.

ડુંગર વિસ્તાર ની ખેંદા પ્રાથમીક શાળા આગળ જ મુખ્ય રોડ છે અને જે કમ્પાઉન્ડ વોલ બની છે તેના આગળના ભાગે થી અને સ્કૂલ ના ધાબા પર વરસાદી પાણી ભરાયા બાદ નીચે નેવા પડતા તે પાણી સીધું શાળા ના મુખ્ય દરવાજાની અંદરથી શાળા ના રૂમ માં પાણી ભરાયા હતા. સ્થાનિક લોકો શાળા મા પાણી ભરાય છે તેને જોયું હતું પરંતુ ડુંગર વિસ્તાર ની શાળા હોય શિક્ષકો તો ક્યારે આવે જાય તે ખબર હોતી નથી ત્યારે પાણી નો નિકાસ થાય તે જરૂરી છે બાકી સ્ફુલ ચાલુ હોત તો અંદર બેસતા બાળકો કઈ રીતે વરસાદી પાણી મા બેસતા તેવા પ્રશ્ન ઉભા થયા છે તાલુકા શિક્ષણ અધિકારી આ બાબતે ધ્યાન આપે તેવી માંગ ઉઠી છે

અન્ય સમાચારો પણ છે...