નસવાડી તાલુકાની 60 ગ્રામ પંચાયત આવેલી છે. જેમાં હાલમા ચૂંટાયેલા પંખાડા(ખી) જૂથ ગ્રામ પંચાયતના સરપંચ સુભાષભાઈ સોમાભાઈ રાઠવા તેઓ કાળકોચ ગામે પાણીની સમસ્યા સર્જાઈ હતી. જેમાં પાણીની લાઈન તૂટી ગયેલ હોઈ અને જેસીબીથી લાઈન કાઢવા માટેની કામગીરી કરાઈ હતી. જેમાં પાઈપ લાઈન બહાર કાઢવા માટે કોઈ મજુર મળ્યો ન હતો. જેને લઈ તેઓ જાતે લાઈન બહાર કાઢવા માટે પાવડા તગારા લઈ કામગીરી કરી હતી. અને પાણીની તુટી ગયેલ પાઈપ લાઈન બહાર કાઢી હતી. સરપંચ જાતે કામગીરી કરવા ઉતર્યા હોય ગામના શિક્ષક ગણેશભાઈ રાઠવા તેમજ અન્ય ગ્રામજનો મદદરૂપ બન્યા હતા.
એકંદરે કોઈ કામ નાનું નથી હોતું. 10 દિવસથી કાળકોચ ગામનો પ્રશ્ન જાતે સરપંચ પાઈપ લાઈન ખોદીને હલ કર્યો હોય ગ્રામજનો તેમજ અન્ય લોકો આ કામગીરીને આવકારી રહ્યા છે. દરેક સરપંચો પોતાની જવાબદારીથી કામગીરી કરે તો ગામમાં સારું વાતાવરણ બને અને લોક પ્રશ્ન હલ થાય.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.