ચૂંટણીનો હાર-જીતનો કકળાટ:સરપંચના ઉમેદવાર ચૂંટણી હારતાં પાણી છોડવાનું બંધ કર્યું

નસવાડી16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કંકુવાસણમાં રોડ પર પાણી છાંટતાં ટેન્કરમાંથી પાણી ભરવા લોકો મજબૂર
  • હારી ગયેલ ઉમેદવાર મિનિ ટાકીમાંથી રોજ પીવાનું પાણી મંદિર ફળિયામાં છોડતો હતો

નસવાડી તાલુકામા ચૂંટણી પૂર્ણ થઈ ગઈ અને હવે હાર-જીતના રિઝલ્ટ આવી ગયા. પરંતુ નસવાડી તાલુકાના કંકુવાસણ ગામે ગામ પંચાયત ચૂંટણીનો હાર-જીતનો કકળાટ હજુ ચાલુ છે. ત્યારે કંકુવાસણના મંદિર ફળીયામાં મીની ટાંકીથી જે ઘરોમાં પાણી મળતું હતું. તે પાણી સરપંચ ઉમેદવાર હારી જતા બંધ કર્યું છે. નો ગ્રામજનો જણાવી રહ્યા છે. જેને લઈ ગ્રામજનો રોડના ચાલી રહેલ કામગીરીમા રોડ પર પાણી છાંટતા ટેન્કરમાંથી પાણી ભરવા મજબૂર બન્યા છે. જ્યારે આ બાબતે ગ્રામ પંચાયત તલાટી પાણી ચાલુ કરાવીશું નું જણાવ્યું છે. જ્યારે નવા ચૂંટાયેલ સરપંચ હજુ અમે હોદ્દા પર ગ્રામ પંચાયતનો વહીવટ કરવા બેઠા જ નથી. તો અમે શુ કરીએ? છતાંય પ્રશ્ન હલ થાય માટે કંઈક કરીએનું જણાવ્યું હતું.

પાણી બંધ કરનાર વ્યક્તિના જણાવ્યા મુજબ નલ સે જલનો જે લાખ્ખો રૂપિયા ખર્ચ ગ્રામ પંચાયત કર્યો છે. પરંતુ ટીપું પાણી આવ્યું નથી. તે પહેલા ચાલુ કરો તેવી મારી માંગ છે. જ્યારે હું વર્ષોથી પાણી છોડું છું. અને હાલ પાણીની લાઈન તૂટી છે. તો રિપેરીગ કોઈ કરાવતું નથી. એનું શું? જ્યારે 10 દિવસથી ગ્રામજનોને પાણીની મુશ્કેલી ઉભી થઇ છે. જેને લઈ ગ્રામજનોમા રોષ ઉઠ્યો છે. ગ્રામ પંચાયતમા આડેધડ, બોર ટાંકીઓ જેતે જમીન માલિકના ઘર આગળ બનતી હોય છે. ચૂંટણી પૂર્ણ થયા બાદ આવા પ્રશ્નો થતા હોય છે. ત્યારે પહેલાથી સરકારી તંત્ર આ બાબતે ધ્યાન આપતું નથી. અને હવે ગંભીર પ્રશ્નો ઉભા થાય છે. એકંદરે ગ્રામજનોનો પાણીનો પ્રશ્ન સરપંચ, તલાટી બધાં ભેગા થઈ હલ કરે તે જરૂરી બન્યું છે.

અન્ય સમાચારો પણ છે...