તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જર્જરિત પી એમ રૂમ:નસવાડી CHCના પીએમ રૂમના સ્લેબના સળિયા દેખાયાં

નસવાડી4 મહિનો પહેલા
 • કૉપી લિંક
નસવાડી સી એચ સીના પી એમ રૂમની છતના પોપડા ખરી પડતા સળિયા દેખાય છે. કોઈ અકસ્માત સર્જાય તે પહેલા છતની મરામત કરવી જરૂરી બની છે. - Divya Bhaskar
નસવાડી સી એચ સીના પી એમ રૂમની છતના પોપડા ખરી પડતા સળિયા દેખાય છે. કોઈ અકસ્માત સર્જાય તે પહેલા છતની મરામત કરવી જરૂરી બની છે.
 • પી એમ રૂમ ડોકટર અને પોલીસ કર્મચારીઓ માટે જોખમરૂપ બન્યો

રાજ્ય સરકાર દ્વારા આરોગ્ય લક્ષિ સુવિધાઓ માટે બજેટમા કરોડા રૂપિયા ફાળવે છે. છતાંય આરોગ્ય વિભાગના સિવિલ વિભાગ જ ધ્યાન આપતું નથી તેમ લાગી રહ્યું છે. નસવાડી તાલુકાના 212 ગામના સામુહિક આરોગ્ય કેન્દ્રના પી એમ રૂમની હાલત જર્જરિત બની ગઈ છે. નસવાડી તાલુકામા અકસ્માત થાય કે પછી કોઈપણ ઘટના બને જેમાં મોત થાય તો પોલીસ ફરીયાદ થતી હોય છે અને તે મૃતકનું પી એમ ફરજિયાત હોય છે. તે મૃતકની બોડી નસવાડી પી એમ રૂમમા મૂકાય છે. ત્યાર બાદ જેવી ઘટના મુજબ મોત થયું હોય તે મુજબ પી એમ થતું હોય છે. જેમાં કેટલી વખત પેનલ પી એમ પણ થતું હોય છે. જેમાં ડોકટર વધુ હાજર રહેતા હોય છે. ત્યારે નસવાડી સી એચ સીના વર્ષો જુના પી એમ રૂમની છતના પોપડા મોટી માત્રમા ખરી પડ્યા છે અને એટલી હદે પોપડા પડ્યા છે કે સ્લેબના સળીયા સ્પષ્ટ દેખાય છે.

ખાસ તો પી એમ રૂમમાં પી એમ ચાલુ હોય તો ડોકટર અને પોલીસ કર્મચારી તેમજ પી એમમા બોડી ઉપર કામગીરી કરનાર આટલા વ્યક્તિ હાજર હોય છે. ત્યારે હાલ તો પી એમ રૂમની છત ડોકટર અને પોલીસ કર્મચારીઓ માટે જોખમ રૂપ બની છે. ચાલુ પી એમ મા પી એમ રૂમમાં ઘટના બને તો કોણ જવાબદાર ત્યારે દવાખાના ની તમામ કામગીરી પી આઈ યુ વિભાગમા આવતી હોય તત્કાલ પી એમ રૂમ રિપેરીગ થાય તે જરૂરી બન્યું છે. નહી તો કોઈ ઘટના બન્યા બાદ પી આઈ યુ સિવિલ વિભાગ જાગશે તે ચર્ચ નો વિષય બન્યો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

  વધુ વાંચો