નસવાડી ટાઉનના ઈદગાહ મેદાન પર ઈદની નમાઝ થવાની હતી. પરંતુ ઈદગાહ મેદાન કબ્રસ્તાન દરગાહ તરફ જવાનો એકજ રસ્તો છે. જે રસ્તા પર ખાસ સફાઈનો અભાવ છે. અને ગટરના પાણી ઉભરાય છે. ત્યારે ઈદની નમાઝને લઈ નસવાડીના 1000થી વધુ મુસ્લિમ ગ્રામજનો આ રસ્તેથી પસાર થવાના હોય નસવાડી ગ્રામ પંચાયતના સભ્યો અને મુસ્લિમ લોકો દ્વારા સફાઈને લઈ રજુઆત કરાઈ હતી.
નસવાડી ગ્રામ પંચાયતના હાલમા આવેલા નવા ઈન્ચાર્જ તલાટી રાજેશ પાટીલ સ્થળ પર ગયા હતા. અને રસ્તાની હાલત જોઈ ચોકી ઉઠ્યા હતા. ઉભરાતી ગટરોના પાણી, ગંદકી, સફાઈનો અભાવ જોઈ તરત તેઓ જાતે સફાઈ કામદારો તેમજ અન્ય મજૂરોને બોલાવી સ્થળ પર કામગીરી કરાવી હતી. પ્રથમવાર ગ્રામ પંચાયત તલાટી સ્થળ પર આવી સફાઈને લઈ કામગીરી કરાવતા જોવા મળ્યા હતા.
બાકી તલાટી કમ મંત્રીનો પાવર ટીડીઓ કરતા વધુ હોય તેમ ફિલ્ડમા જતા નથી. હાલ તો ઈદગાહ પર ઈદ નમાઝ સવારે 8 કલાકે થશેની જાહેરાત કરાઈ છે. એકંદરે બે વર્ષ બાદ ઈદની નમાઝ સૌ ભેગા મળી અદા કરશે. એટલે નસવાડીના મુસ્લિમોમા અનેરો ઉત્સાહ છે. ઈદને લઈ મુસ્લિમ લોકો તૈયારીઓ પૂર્ણ કરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.