ગંભીર બેદરકારી:રાયપુર સસ્તા અનાજની દુકાનમાં સીઝ કરેલો જથ્થો ઉંદર અને જીવાતને હવાલે

નસવાડી5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અનાજના જથ્થામાં ગેરરીતી જણાતાં 90 દિવસ માટે દુકાનનો પરવાનો રદ કરાયો છે
  • હાલ આ દુકાનમાં 1975 કિલો ઘઉં, 1534 કિલો ચોખા એક માસથી પડી રહ્યા છે

ગરીબોના ઘર સુધી અનાજ પહોચતુ નથી અને જ્યારે રેશનકાર્ડ ગ્રાહકો અનાજ નથી મળતું નો પ્રશ્ન ઉઠાવે ત્યારે પુરવઠા વિભાગ તપાસ કરે છે. ત્યારે રાયપુર ગામે આવેલ સસ્તા અનાજની દુકાનમાંથી પૂરતો માલ મળતો ન હતો. જેની રેશનકાર્ડ ગ્રાહકોએ ફરિયાદ ઉઠાવી હતી. જાન્યુઆરીની છેલ્લી તારીખમા આ પ્રશ્ન ઉઠ્યા બાદ નસવાડી તાલુકા પુરવઠા વિભાગ આ દુકાનમા તપાસ કરતા સસ્તા અનાજની દુકાનમાંથી 1975 કિલો ઘઉ, 1534 કિલો ચોખા વધ આવી હતી. જેને લઈ આ સસ્તા અનાજની દુકાનનો પરવાનો 90 દિવસ માટે રદ કરાયો હતો.

જેને લઈ રાયપુર દુકાનમા આવતા ભરવાડા, ખુશાલપુરા, રાયપુર તેમજ અન્ય ગામના કુલ 277 રેશનકાર્ડ ગ્રાહકો નવગામ ગામની સસ્તા અનાજની દુકાન પરથી માલ લેવા પુરવઠા વિભાગે આદેશ કર્યો છે. ત્યારે રાયપુર ગામે અનાજનો સિઝ કરેલ જથ્થો ક્યાંક જતો રહ્યો હોવાની જોર શોરથી ચર્ચાઓ ઉઠી છે. અને સિઝ કરેલ જથ્થો ત્યાંજ છે કે ક્યાક જતો રહ્યો તે બાબતે સંચાલકને પૂછતાં તેને અનાજનો જથ્થો તેની દુકાનમા હજુ પડી રહ્યો હોવાનું બતાવ્યું છે.

એક માસથી અનાજનો જથ્થો ગરીબોના પેટમા જવાની જગ્યાએ દુકાનમા ઉંદર અને ધનેરિયા અનાજનો બગાડ કરી રહ્યા છે અને પડી રહ્યો છે. નિયમ મુજબ અનાજનો જથ્થો સિઝ થાય પછી જેતે દુકાનને ચાર્જ અપાય ત્યાં આ જથ્થો લઈ જવો પડે અથવા તો પુરવઠાના ગોડાઉનમા પહોચતુ કરવાનું હોય છે. છતાંય પુરવઠા વિભાગની ગંભીર બેદરકારી જણાઈ આવી છે.

છોટાઉદેપુર જિલ્લા પુરવઠા અધિકારી આ બાબતે ધ્યાન આપે તે જરૂરી
જિલ્લા પુરવઠા અધિકારી હાલ નવા આવ્યા છે. ત્યારે જે ગરીબોના પેટના અનાજનો જથ્થો જે દુકાન સસ્પેન્ડ કર્યા અને અનાજનો જથ્થો સિઝ કર્યા બાદ પણ તેજ દુકાનમા પડી રહેતો હોય છે. ત્યારે શુ આ અનાજનો જથ્થો જાણી જોઈને મૂકી રખાયોની ચર્ચાઓ ઉઠી છે. છતાંય હાલ તો પુરવઠા વિભાગ જ આ અનાજને ભૂલી ગયું હોય તેમ સસ્પેન્ડ કરેલ દુકાનદારનો સંચાલક અનાજ સાચવી રહ્યો છે. પરંતુ દુકાનમા હવે ઉંદર અને ધનેરિયા અનાજનો મોટી માત્રમા પડેલ જથ્થો બગાડ કરી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...