કપાસના ભાવમાં ઘટાડો:નસવાડીમાં કપાસનો ભાવ ક્વિન્ટલે રૂ. 500 ઘટતાં ખેડૂતોને પડતા પર પાટુ

નસવાડી14 દિવસ પહેલા
  • કૉપી લિંક
નસવાડીમા વેપારી દ્વારા કપાસની ખરીદી થઈ રહી છે. - Divya Bhaskar
નસવાડીમા વેપારી દ્વારા કપાસની ખરીદી થઈ રહી છે.
  • ક્વિન્ટલનો રૂા. 8100 ભાવ હતો, હમણાં ક્વિન્ટલના રૂ. 7600 થઇ ગયા
  • તાલુકામાં કમોસમી વરસાદ પડતાં અચાનક કપાસના ભાવમાં ઘટાડો આવ્યો

ખેડૂત એટલે જગતનો તાત ખેડૂત મહેનત કરી તેનો પાક પકવે અને બજારમાં આવતા પાકના પૂરતા ભાવ મળતા નથી. જેને લઈ ખેડૂત પ્રગતિશીલ બની શકતો નથી. નસવાડી તાલુકો ખેતી પ્રધાન તાલુકો છે. ત્યારે નસવાડી ટાઉનમાં કપાસની આવક મોટી માત્રમાં શરૂ થયેલ હોય જેને લઈ દિવાળીના લાભ પાંચમ બાદ નસવાડી ટાઉનના બજારમાં કપાસનો ક્વિન્ટલનો ભાવ રૂપિયા 8100 હતો અને મણનો ભાવ રૂપિયા 1620 હતો.

કપાસ હોંશે હોંશે ખેડૂતો લઈ આવતા હતા પરંતું ગુરૂવારના રોજ કમોસમી વરસાદ નસવાડી તાલુકામાં પડ્યો હતો. જેને લઈ અચાનક કપાસના ભાવમાં ઘટાડો આવ્યો છે. કપાસનો ભાવ ઘટી ગયો છે.

નસવાડીના બજારમાં હાલ કપાસ રૂપિયા 7600 ક્વિન્ટલથી લેવાઈ રહ્યો છે એટલે ક્વિન્ટલે રૂપિયા 500 ઘટી ગયા છે. મણનો ભાવ રૂપિયા 1520 છે એટલે રૂપિયા 100 ઘટી ગયા છે. અચાનક કમોસમી વરસાદ બાદ કપાસનો ભાવ બજારમાં ઘટી જતાં ખેડૂતો અને વેપારીઓ વચ્ચે ભાવ ફેર બાબતે કકળાટ થવા લાગ્યો છે. કમોસમી વરસાદથી ખેડૂતો ચિંતિત બન્યા હતા. પરંતુ કપાસ સારી ક્વોલિટીનો હોવા છતાંય બજાર ભાવ ઘટયો હતો.

ખેડૂતોને કમોસમી વરસાદ બાદ પડતા પર પાટુ સમાન ભાવ લાગી રહ્યો છે. કપાસની ખરીદ મોટા માર્કેટમાં ભાવ મુજબ ખરીદ થાય છે. ત્યારે કપાસ બજારનો ભાવ ઘટ્યો હોય કપાસ બજાર ઘટ્યું છે નું કેટલાક વેપારી જણાવી રહ્યા છે. એક બે દિવસમાં ભાવ સુધરે તેમ જણાવી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...