નિરસતા:નસવાડીની ગ્રામસભામાં હાજર બેમાંથી એક ગ્રામજને કરેલી રજૂઆત હલ ન થઈ

નસવાડી12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જ્ઞાનદીપ સોસાયટી પાસેના રસ્તા પર પાણી ભરાઈ રહે છે

નસવાડી જૂથ ગ્રામ પંચાયતમા 2 ઓક્ટોમ્બરે ગ્રામસભા યોજાઈ હતી. જે ગ્રામસભા શરૂ થઈ ત્યારે ફક્ત બે ગ્રામજનો હાજર હતા. 8 હજારથી વધુ વસ્તી ધરાવતા ગામમાંથી ફક્ત બે ગ્રામજનો હાજર રહી. સરકારી પંચાયતના અધિનિયમના ગ્રામસભાના સૂત્રને ફારસ કરી નાખ્યું છે. જે ગ્રામસભામા ગ્રામજનો કેમ આવતા નથી. તે બાબતે પણ ગ્રામજનોની રજૂઆત થયા બાદ કોઈ કામ થતું નથીની ઉગ્ર રજૂઆત થઈ હતી.

ગ્રામસભામા નસવાડીના જ્ઞાનદીપ સોસાયટીમાં રહેતા સિનિયર સિટિઝન નારણભાઈ ભીલ સોસાયટીના રસ્તા પર વરસાદી પાણી ભરાય છે. તે પ્રશ્નની રજૂઆત કરવા તેઓ સોસાયટીથી પગપાળા નસવાડી ગ્રામ પંચાયતમા આવ્યા હતા. અને પાણીનો નિકાલ થાય માટે રજૂઆત કરી હતી. ખાસ તો રોડ પાસેથી આ પાણીનો નિકાલ થાય તેમ છે. પરંતુ ગ્રાઉન્ડ 0 પર કોઈ જોવા જતું નથી. આ અંગે અહેવાલ પ્રસિદ્ધ થાય બાદ પણ તંત્રના પેટનું પાણી હલતું નથી. ગ્રામસભામાં રજૂઆત થયા બાદ પણ પ્રશ્ન હલ ન થાય તો હવે એક ગ્રામજન પણ આગામી ગ્રામસભામા હાજર ક્યાંથી રહે. તે એક મોટો પ્રશ્ન છે.

અન્ય સમાચારો પણ છે...