કામગીરી:નસવાડી-ગોધામના નેશનલ હાઈવે પરના કમરતોડ ખાડાની આખરે મરામત થઇ

નસવાડી2 મહિનો પહેલા
  • કૉપી લિંક
નસવાડીથી ગોધામ જતા હાઇવે રોડ વચ્ચે પેચ વર્ક. - Divya Bhaskar
નસવાડીથી ગોધામ જતા હાઇવે રોડ વચ્ચે પેચ વર્ક.
  • હજુ ગોધામથી દેવલીયાના હાઈવે રોડ પર વરસાદથી પડેલા ખાડાનું પેચ વર્ક કરવા સ્થાનિકોની માગ

નસવાડી નજીકથી પસાર થતો હાઈવે રોડ છોટાઉદેપુર જિલ્લાના ફેરકુવા ગામથી નસવાડીના ગોધામ સુધી નેશનલ હાઈવે નંબર-56ની હદ છે. ત્યાંથી નર્મદા જિલ્લાની હદ શરૂ થતી હોય છે. બે જિલ્લાની હદમાં નેશનલ હાઈવે નંબર-56 પસાર થાય છે. વરસાદ બાદ હાઇવે રોડ પર કમર તોડ ખાડા પડી ગયા હતા. જેને લઈ નેશનલ હાઈવે વિભાગ દ્વારા નસવાડીથી ગોધામ રોડ સુધી પડેલ ખાડામાં ડામરના મટેરિયલથી પેચ વર્ક કરાયા છે. જેમાં રોલિંગ પણ કરાયું છે. જેને લઈ વાહન ચાલકોને રાહત થઈ છે.

પરંતુ નર્મદા જિલ્લાની હદમાં આવતા ગોધામથી દેવલીયા સુધીના રોડમાં ખાડા પડી ગયા છે જેને લઈ વાહન ચાલકો ભારે મુશ્કેલી ભોગવી રહ્યા છે. નર્મદા જિલ્લાના રાજપીપલા નેશનલ હાઈવેના અધિકારીઓ આ રોડ પર આવતા ન હોય જેને લઈ જીવલેણ ખાડા પડી ગયા છે. સરકારી તંત્ર ધ્યાન આપતું નથી. પરંતુ જે નેતા ચૂંટાઈને આવ્યા છે તેઓ તેમની મોંઘી કારમાં આ રોડથી પસાર થતા હોય છે. જેને લઈ તેમને જીવલેણ ખાડા દેખાઈ પડતા નથી.

રોડ વિભાગના અધિકારીઓને બે શબ્દો તેમના મત વિસ્તારના રોડના ખાડાના પેચ વર્ક કરવા પણ સૂચનો કરતા ન હોય નર્મદા જિલ્લાના વાહન ચાલકોમાં રોષ ઉઠ્યો છે. ગોધામથી દેવલીયા સુધીના હાઈવે રોડમાં પડેલ ખાડાનું વ્યવસ્થિત પેચ વર્ક કરવા માગ ઉઠી છે. હાલ પ્રવાસીઓ સ્ટેચ્યૂ ઓફ યુનિટી જતા હોય રોડ વ્યવસ્થિત કરાય તે જરૂરી બન્યું છે.

અન્ય સમાચારો પણ છે...