વિરોધ:નસવાડીમાં તાલુકા પંચાયતના કોંગી સભ્યોના ધરણાં 10મા દિવસે યથાવત

નસવાડી2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • નાણાં પંચની ગ્રાન્ટમાંથી વિકાસના કામો કોંગ્રેસ સભ્યોને અપાય તેવી માગ

નસવાડી તાલુકા પંચાયતમા 22 તાલુકા સદસ્યો છે. જેમાં 13 ભાજપ અને 9 કોંગ્રેસના બેનર હેઠળ ચૂંટાયેલ સભ્યો છે. તાલુકા પંચાયતમા વિકાસના કામોને લગતી સામાન્ય સભા મળે છે. અને કામગીરી બાબતે ચર્ચા થાય છે. ત્યારબાદ કામોનું આયોજન કરાય છે. ત્યારે કોંગ્રેસ પક્ષના ચૂંટાયેલ સભ્યોને કામ અપાતું નથી.

નસવાડી તાલુકા પંચાયતમા કોંગ્રેસના 9 સભ્યો વિકાસના કામોની માંગ સાથે ધરણાં પ્રદશન કરી રહ્યા છે. અને નવરાત્રીના પહેલા ગરબાથી કોંગ્રેસ સભ્યો ધરણા પર બેઠા છે. તાલુકા સદસ્યો નવરાત્રી તાલુકા પંચાયતમા ઉજવી છે. બે દિવસ પેહલા સંખેડા ધારાસભ્ય પણ તાલુકા પંચાયત સભ્યોને વિકાસના કામો મળે તે બાબતે ચર્ચા કરી હતી. પરતું 22 તાલુકા પંચાયતના સભ્યો છે. અને 15મા નાણાપંચની 4 કરોડની ગ્રાન્ટ છે. તો વિક્સલક્ષિ કામમાં કોંગ્રેસના સભ્યોને ખૂબ ઓછી રકમ આપવાની વાત આવતા કોંગ્રેસ સભ્યોએ ધરણા ચાલુ રાખ્યા છે.

10 દિવસ ધરણા પ્રદશનને થયા છતાંય હજુ કોઈ નિરાકરણ આવ્યું નથી. તાલુકાના અધિકારીઓ પણ હવે આ ધરણાં પ્રદશનનો પ્રશ્ન હલ થાય તેના વિકલ્પ શોધી રહ્યા છે. કારણ કે આગામી દિવસોમા રાજ્યના નવા મુખ્યમંત્રી છોટાઉદેપુર જિલ્લામા આવી રહ્યા છે. કોંગ્રેસ ના વિકાસ લક્ષિ કામો નો કકળાટ વધુ ઉગ્ર બને તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...