સમસ્યા:સાકળ(ત)ના તલાટી ગેરહાજર રહેતા અરજદારો પરત ગયા

નસવાડી19 દિવસ પહેલા
  • કૉપી લિંક
સાકળ (ત ) ગ્રામ પંચાયત મા તલાટી ન આવતા અધિકારી ઓ પંચકાસ કર્યું કાર્ડ કઠવવા આવેલ અરજદાર. - Divya Bhaskar
સાકળ (ત ) ગ્રામ પંચાયત મા તલાટી ન આવતા અધિકારી ઓ પંચકાસ કર્યું કાર્ડ કઠવવા આવેલ અરજદાર.
  • આયુષ્યમાન કાર્ડ કઢાવવા ગ્રામ પંચાયતમાં મોટી માત્રામાં લોકો આવ્યા હતા
  • સરપંચ, ગ્રામજનોએ​​​​​​​ TDOને જાણ કરતા પંચકાસ કરવા કાર્યવાહી કરાઈ

નસવાડી તાલુકાનું સૌથી મોટુ ગામ તણખલા છે. જે ગામ સાકળ(ત) ગ્રામ પંચાયતમાં આવે છે. શુક્રવારના રોજ આયુષ્યમાન ભારત કાર્ડ કાઢવા માટેની ઝુંબેશ હોય ગ્રામ પંચાયતમાં મોટી માત્રમાં અરજદાર લાભ લેવા આવ્યા હતા. એકબાજુ ગ્રામ પંચાયતના વીસીઇની હડતાલ હોય અને આવકના દાખલા તેમજ અન્ય ડોક્યુમેન્ટની કામગીરીને લઈ ગ્રામ પંચાયતના તલાટી જીગ્નેશ રાઘવાણીને હાજર રહેવાનું હતું છતાંય તેઓ આવ્યા ન હતા.

તલાટી કમ મંત્રી સુરતથી આવતા હોય સ્થાનિક ગ્રામ પંચાયત સરપંચ સભ્ય તેમજ ગ્રામજનો આ બાબતે નસવાડી ટીડીઓને જાણ કરેલ હોય પરંતુ આયુષ્યમાન ભારત કાર્ડ કાઢવા માટેની ઝુંબેશ હોય તેનું મોનિટરિંગ પણ ટીડીઓએ બનાવેલ ટીમનું હોય મદદનીશ ટીડીઓ તલાટીનો સંપર્ક કરતા તેઓનો કોઈ જવાબ આવ્યો ન હતો અને ગ્રામ પંચાયત પર આવ્યા જ ન હતા. જેને લઈ મદદનીશ ટીડીઓ ગ્રામ પંચાયતમાં તલાટી ગેરહાજરનો પંચકાસ કરી ટીડીઓને રિપોર્ટ કરેલ છે.

જિલ્લા કલેક્ટર, ડીડીઓથી લઈ રાજ્ય ના પ્રભારી મંત્રી આયુષ્યમાન કાર્ડ કાઢવા માટે ભાર મૂકી ઝુંબેશ શરૂ કરી હોય અત્યંત જરૂરી કામગીરીની કોઈ પણ ગંભીરતા ન સમજી રજા રિપોર્ટ મુક્યા વગર નોકરીના નિયમો બાજુ પર મૂકી તલાટીને કઈ પડી ન હોય તેમ આવ્યા ન હતા. જેને લઈ કેટલાય ગરીબ અરજદાર પરત ગયા હતા. અને જેમની પાસે પહેલા થી આવકના દાખલા હતા. તેઓ કાર્ડ કઢાવ્યા હતા. તલાટીની અનેક ફરિયાદ હોય જિલ્લા વિકાસ અધિકારી આ બાબતે કડક કાર્યવાહી કરે તેવી પણ ગ્રામજનોની માગ છે.

આયુષ્માન કાર્ડની ઝુંબેશમાં 164 કાર્ડ નીકળ્યા
ખાપરીયા, સાકળ (ત), ચામેઠા, નાનાવાંટ, ડણી, સાકળ (પી), નસવાડી બ્લોક આમ સાત સ્થળ પર આયુષ્યમાન કાર્ડ કાઢવાની ઝુંબેશમા કુલ 164 કાર્ડ નીકળ્યા હતા.

સ્થળ પર તલાટી આવ્યા ન હોય પંચકાસ કરી ટીડીઓને રિપોર્ટ કર્યો છે
સરકારના આરોગ્ય લક્ષી આયુસ્યમાન કાર્ડની ઝુંબેશ હોય તલાટી આવુ જોઈએ પણ તેઓ આવ્યા ન હોય. અમે દરેક ગામમાં તપાસ કરી ત્યાં પણ તેઓ આવ્યા ન હોય ગ્રામ પંચાયતમાં તેમની ગેરહાજરીનો રિપોર્ટ પંચકાસ કરી ટીડીઓને કર્યો છે. - જી. જી. સોમરા, મદદનીશ તાલુકા વિકાસ અધિકારી, નસવાડી

​​​​​​​તલાટી કામ માટે નાણા માગે અને આવતા નથીની લેખિત રજૂઆત કરી હતી
તલાટી કામ માટે નાણા માંગે આવે નથીની લેખિતમાં અમે થોડા દિવસ પહેલા અરજી આપી. એની હજુ કાર્યવાહી પૂરતી કરાઈ નથી. તલાટી જાહેરમાં કહે છે. અમારું કઈ થાય નહીં નોટિસ મળે. બીજું શું થાય એમ કહે છે. તો અમે ફરિયાદ કોને કરીએ અને આજે ફરી તલાટી આવ્યા નથી એનું અધિકારીઓ પંચકાસ કર્યું છે. હવે શું થાય જોઈએ કાર્ડ કઠવવા આવેલ લોકો દાખલા વગર પાછા ગયા. - જશીબેન ભીલ તથા સંજય ભીલ, અનુક્રમે સરપંચ અને ઉપ સરપંચ

અન્ય સમાચારો પણ છે...