કાર્યવાહી:નસવાડીની પરિણીતાનું ડમી ID બનાવી બદનામ કરનાર પાલનપુરથી ઝડપાયો

નસવાડી4 મહિનો પહેલા
  • કૉપી લિંક
સજીવકુમાર ઠાકુર - Divya Bhaskar
સજીવકુમાર ઠાકુર
  • આરોપી પકડયા બાદ મહિલાએ તેની ઓળખી બતાવી
  • નસવાડીની મહિલા સાથે આરોપીએ દુષ્કર્મ આચર્યાનું જણાવતાં ખળભળાટ

નસવાડી તાલુકામા અનેક પોલીસ ચોપડે ફરિયાદ નોંધાઈ છે. પરંતુ પહેલી વાર નસવાડીની પરિણીત મહિલાની ડમી સોશિયલ મિડીયાનું આઈ ડી બનાવી મહિલાને બદનામ કરવાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે. જેમાં છોટાઉદેપુર જિલ્લાના નસવાડી પો.સ્ટે. વિસ્તારમાં રહેતી એક પરણિત મહિલાને બદનામ કરવાના ઇરાદે એક અજાણ્યા ઇસમ દ્રારા મહિલાના નામનું જ ખોટું સોશિયલ મિડીયામાં એકાઉન્ટ બનાવી તેના ફોટાઓનો ઉપયોગ કરી ખરાબ પોસ્ટ મુકી અશ્લીલ ફોટાઓ વાયરલ કરી પરિણીતાને બદનામ કરવાના ઇરાદાથી બિભત્સ હરકતો કરી હેરાન કરવાની ફરીયાદ પરણિત મહિલાએ 4 જૂનના રોજ નસવાડી પોલીસ સ્ટેશનમાં આપી હતી.

સદર ગુનાની તપાસ છોટાઉદેપુર જિલ્લા સાયબર ક્રાઇમ / એલ.સી.બી. ને સોંપવામાં આવી હતી. ઉપરોકત ગુનાની ગંભીરતાને ધ્યાને એચ.એચ. રાઉલજી ઇન્ચા. પોલીસ ઇન્સપેક્ટર એલ.સી.બી છોટાઉદેપુર નાઓના સીધા માર્ગદર્શન હેઠળ જે.પી. મેવાડા ઇન્ચા. પોલીસ ઇન્સપેક્ટર એસ.ઓ.જી. નાઓએ નસવાડી પોલીસ સ્ટેશનમાં સાયબર એકટ મુજબના ગુનાનો આરોપી સંજીવકુમાર બિન્દેશ્વર ઠાકુર રહે. પાલનપુર ડીસા રોડ, જિ. બનાસકાંઠા ખાતેથી સદર ગુનાને અંજામ આપતો હોવાની હકીકત આધારે એલ.સી.બી. તથા એ.સો.જી.ના પોલીસ માણસો સાથે બનાસકાંઠા ખાતે પહોંચી જઇ પાલનપુર તાલુકા પો.સ્ટે.ના માણસોને સાથે રાખી સદર આરોપીની તપાસ કરતા આરોપીને ચડોતર ગામેથી પકડી પાડી સદર ગુના અંગે પૂછ-પરછ કરતા પોતે ગુનાની કબુલાત કરી હતી.

અને ફરીયાદી બહેને આરોપીને ઓળખી કાઢી તેણીની મરજી વિરૂદ્ધ તેની સાથે દુષ્કર્મ આચરેલ હોવાની હકીકત જણાવતા આરોપીની ઘનિષ્ઠ અને ઉડાણ પૂર્વક પૂછ-પરછ કરતા આરોપી સદર ગુનાની કબુલાત કરતા તેને તા. 11 જૂન 2021ના રોજ અટક કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે. પોલીસે ટૂંકા દિવસોમા આરોપીને પકડી કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...