માગ:નસવાડી-કંકુવાસણને જોડતા બની રહેલા રોડની બાજુમાં પાણી ભરાતાં પ્રજા પરેશાન

નસવાડી5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રોડની કામગીરી શરૂ કરાઈ પણ પાણી રોડની લગોલગ ભરાતાં ડામર રોડને નુકસાન થશે
  • ​​​​​​​એજન્સી અને તલાટી સ્થળ જોઈ નિકાલ કરે તેવી માગ

નસવાડી તાલુકાનો વાહન વ્યવહારથી ધમધમતો કોલું કંકુવાસણ રોડ પહોંળો બની રહ્યો છે અને નવીન રોડ પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજનામાં બની રહ્યો છે. ત્યારે નસવાડીથી શરૂઆત થતાં રોડની બાજુમાં ગટરનું પાણી ભરાઈ રહ્યું છે. કારણ કે પાણીનો કોઈ નિકાલ ન હોય પાણી હાલ તો જમીનમાં ઉતરી રહ્યું છે.

પરંતું મોટી માત્રમાં પાણી હાલ ભરાઈ રહ્યું છે. આગળ જતા અન્ય જગ્યાએ પણ પાણીનો નિકાલ થતો નથી. ત્યારે રોડ બને તે પહેલા નસવાડી જૂથ ગ્રામ પંચાયત પાણીનો નિકાલ કરે તે જરૂરી બન્યું છે. બાકી ડામર રોડ બન્યા બાદ ફરી પાણીના નિકાલ કરવા માટે નવીન રોડ તોડવું પડે તેવી હાલ લાગી રહ્યું છે. પંચાયત માર્ગ મકાન વિભાગના અધિકારીઓ તેમજ એજન્સી અને તલાટી સ્થળ જોઈ પાણીનો નિકાલ કરે તેવી માગ ઉઠી છે. બાકી કરોડોના ખર્ચે બનતો નવીન રોડ ટૂંકા દિવસોમાં તૂટી જાય તેવું લાગી રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...