રોષ:અકસ્માતમાં ઈજાગ્રસ્ત થયેલા દર્દીને 108માંથી ઉતારી દેવાયો

નસવાડીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • નસવાડી CHCમાંથી દર્દીને ખાનગી વાહનમાં લઈ જવાયો
  • 108ના ફિઝિશિયન ડોક્ટરે એપ્રૂવલ ન આપતાં ઉતારી દેવાયો

કવાંટથી નસવાડી તરફ ખાનગી બેન્કના કર્મચારીઓ બાઈક પર આવતા હતા. બાઈકની બ્રેક ચોંટી જતા અકસ્માત સર્જાયો હતો. જેમાં મનોજ વસાવાને ગંભીર ઈજાઓ થતા તેને નસવાડી સીએચસીમા લાવવામાં આવ્યો હતો. નસવાડી દવાખાનામા પ્રાથમિક સારવાર બાદ તેને વધુ સારવાર માટે 108મા લઈ જવા અંદર ચઢાવ્યો હતો. અને 108 નીકળે તે પહેલા 108ના ફિજીશયન ડોક્ટરને 108ના ઇએમટી વાત ફિજીશયન ડોક્ટર આ દર્દીને 50 કિમી ડભોઈ લઈ જવા માટે એપ્રૂવલ ન આપતાં 108માંથી દર્દીને નસવાડી સીએચસીમા ઉતારી દેવાયો હતો. દર્કદીને કલાક સુધી સ્ટ્રેચર પર મૂકી રખાયો હતો. દર્દીના સગા ડભોઈ પહોંચી ચિતામા હતા. જેને લઈ અન્ય ગ્રામજનો નસવાડી સીએચસીમા કકળાટ કર્યો હતો.

નોર્મલ પ્રસુતી હોય ત્યારે પણ 108 વડોદરા સુધી દોડતી હોય છે. ત્યારે આવા નિયમો ક્યાં જાય છે. કરી ગ્રામજનો આક્ષેપ કર્યા હતા. નસવાડી 212 ગામના સીએચસીમા 108 રાતના પડી રહે છે. જ્યારે તે ફક્ત 12 કલાક ચાલે છે. તે દિવાળીના દિવસમા પણ ઓન રોડ કરાઈ ન હોવાથી ગ્રામજનો દર્દીની કન્ડિશનને લઈ ચિતિત બન્યા હતા. આખરે દર્દીને ખાનગી વાહનમા ડભોઈ લઈ જવાયો હતો. અને સરકારી આરોગ્ય લક્ષિ સેવા સામે રોષ વ્યક્ત કર્યો હતો.

108ને લઈ જવું ન હતું તો અંદર લીધા કેમ?
108મા લીધા પછી ઉતારી દેવાયા દર્દીને એનોજ આઘાત લાગ્યો હતો. એવામા કંઈક થાય તો કોન જવાબદાર. દિવાળીના તહેવારમા 108 પડી રહે એનો શું મતલબ? સ્ટેચર પર બેન્ક કર્મચારીને ફેંકી રખાયો હતો. અન્ય દર્દીની હાલત શું થતી હશે. આ બાબતે એક્શન લઈ કાર્યવાહી થવી જોઈએ. બધા નિયમો સરખા હોવા જોઈએ. 108 વધારે ખાનગી દવાખાનામા દોડે એ ક્યાં નિયમોમા આવે છે. એ પણ જોવું જોઈએ.> ધવલ પરમાર, દર્દી જોડે ઈજા પામનાર વ્યક્તિ, નસવાડી

અન્ય સમાચારો પણ છે...