તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બેઠક:નસવાડી તાલુકા પંચાયતના 1256.24 લાખના મૂળ અંદાજપત્રને મંજૂરી અપાઈ

નસવાડી2 મહિનો પહેલા
 • કૉપી લિંક
નસવાડી તાલુકા પંચાયતમાં બેઠક મળી હતી. - Divya Bhaskar
નસવાડી તાલુકા પંચાયતમાં બેઠક મળી હતી.
 • નસવાડી તાલુકા પંચાયતની પ્રથમ સામાન્ય સભા મળી
 • કારોબારી અને ન્યાય સમિતિના સભ્યોની સમિતિ બનાવાઈ

નસવાડી તાલુકા પંચાયતમાં પ્રથમ સામાન્ય સભા મળી હતી. 22 તાલુકા પંચાયત સદસ્યોને બેઠક માટે જાણ કરાઈ હતી. જે બેઠકમાં કારોબારી અને ન્યાય સમિતિના સભ્યોની રચના કરવાની હોય નસવાડી તાલુકા પંચાયત પ્રમુખ રાજુભાઈ રાઠવાના અદયક્ષ સ્થાને મળી હતી. જ્યારે આ બેઠકના સભ્ય સચીવ તરીકે તાલુકા વિકાસ અધિકારી એસ. જે. ચૌધરી હોય સમયસર આ બેઠક શરૂ થઈ હતી.

જેમાં કારોબારી સમિતિમાં 9 સભ્યોની રચના કરાઈ છે. જેમાં રાજેશ કુમાર, જગત નારાયણ જયસવાલ, અમિતાબેન તડવી, રાજુભાઈ રાઠવા, કાશીબેન રાઠવા, રેખાબેન તડવી, ઊર્મિલાબેન રાઠવા, ભાવનાબેન ભીલ, રણજીતભાઈ ડું ભીલ, કનુભાઈ ભીલ જ્યારે તાલુકા પંચાયતની ન્યાય સમિતિની રચનામા 5 સભ્યોમાં બચુભાઈ ભીલ, સિમિબેન ડું ભીલ, વાનજીભાઈ તડવી, દિત્યાપ્રેમા ડું ભીલ, જ્યારે ન્યાય સમિતિના નિયમ હેઠળ એક સભ્ય તરીકે નસવાડી ટાઉન સુનીલભાઈ સોલંકીનો સમાવેશ કરાયો છે.

આ બેઠકમા નસવાડી તાલુકા પંચાયતનું 2021/22ના વર્ષનું મૂળ અંદાજ પત્ર 1256.34 લાખનું મજુર કરાયું છે. જેમાં 9024.24 લાખ આવક જ્યારે 7773.02 લાખ ખર્ચનો અંદાજપત્ર મંજૂર કરાયું છે. નસવાડી તાલુકા પંચાયતની પ્રથમ સામાન્ય સભામાં કોંગ્રેસ અને ભાજપ પક્ષના બેનર હેઠળ ચૂંટાયેલ બધા સભ્યો હાજર રહ્યા હતા.​​​​​​​

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો