ભાસ્કર ઈમ્પેક્ટ:સાંકડીબારી, ગનીયાબારીના કાચા રસ્તે 22 દિવસ બાદ રોડની કામગીરીની શરૂઆત થઈ

નસવાડીએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
નસવાડી તાલુકાના સાંકડીબારી, ગનીયાબારી ગામના રસ્તે જેસીબીથી કામગીરી શરૂ કરવામાં આવી છે. - Divya Bhaskar
નસવાડી તાલુકાના સાંકડીબારી, ગનીયાબારી ગામના રસ્તે જેસીબીથી કામગીરી શરૂ કરવામાં આવી છે.
  • ગામના કાચા રસ્તે ફોર વ્હિલર વાહન જઈ શકતું ન હોવાથી લોકોને મુશ્કેલી પડતી હતી

નસવાડી તાલુકાના ડુંગર વિસ્તારના કાચા રસ્તા આઝાદીના વર્ષો બાદ પાકા બન્યા નથી. દર ચોમાસામાં તંત્ર સુધી કાચા રસ્તાને લગતી ગ્રાઉન્ડ 0ની પરિસ્થિતિ પહોંચતી ન હતી. સબ સલામતના દાવા સાથે રોડ વિભાગ કામગીરી બતાવતું હતું. પરંતુ ડુંગર વિસ્તારના અનેક ગામડામા હવે મોબાઈલ ટાવરની સુવિધા થઈ છે. જેને લઈ મોબાઈલ નેટવર્ક ત્યાં શરૂ થયા છે. સાથે સતત સોસીયલ મીડિયાના માધ્યમ થકી લોકો જાગૃત થાય તેવા ડુંગર વિસ્તારના લોકોનો પ્રયાસ થઈ રહ્યો છે.

જેને લઈ પ્રશ્ન તંત્ર સામે ઉજાગર થતા આખરે નસવાડીના ડુંગર વિસ્તારના ગનીયાબારી, સાંકડીબારીના ગામ તરફના કાચા રસ્તે 22 દિવસ બાદ જેસીબી મશીન પહોંચ્યા છે. અને કાચા રસ્તા પર મોટું વાહન જઈ શકે તે કામગીરી શરૂ કરાઈ છે. છોટાઉદેપુર જિલ્લા પંચાયત માર્ગ મકાન કાર્યપાલક ઈજેનર અને નસવાડી રોડ વિભાગના ઈજેનર ડુંગર વિસ્તારના કાચા રસ્તે પહોંચ્યા હતા.

જેમાં સાંકડીબારી ગામમા બે અને ગનીયાબારી ગામમા એક આમ ત્રણ જેસીબી મશીનથી તંત્ર કામગીરી શરૂ કરી છે. સાંકડીબારી ગામે બે જેસીબી મશીન પહોંચ્યા છે. આમ ત્રણ મશીનથી રસ્તાની કામગીરી શરૂ થઈ છે જેને લઈ ગ્રામજનોએ ખુશી વ્યક્ત કરી છે.

અન્ય સમાચારો પણ છે...