પોલીસે સમજ આપી:નસવાડી ટાઉન પોલીસે દિવાળીમાં બહાર જતાં પરિવારોને જાગૃત કર્યા

નસવાડીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ઘર બંધ કરી જતાં પરિવાર તેમના પાડોશીને જાણ કરે
  • ઘરેણાં સાથે અથવા લોકરમાં મૂકી જાયની પોલીસે સમજ આપી

છોટાઉદેપુર જિલ્લાના નસવાડી ટાઉન પોલીસ દ્વારા દિવાળી વેકેશનમાં બહારગામ જતા પરિવારને જાગૃત કરાયા હતા. ખાસ તહેવારમાં ચોરીની ઘટનાઓ બનતી હોય અને પરિવાર પછી બધું ખોઈ ચુક્યો હોય અને પછતાંય છે. એ પહેલા પોલીસ ગ્રામજનોને જાગૃત કર્યા છે. નસવાડી સાથે તણખલા આમરોલી ગઢબોરિયાદ જેવા મુખ્ય સેન્ટરો પર પહોંચી હતી અને અલગ અલગ વિસ્તારના ગ્રામજનોને દિવાળી વેકેશનને લઈ બહારગામ જતાં પરિવારોએ કઈ કાળજી રાખવાની છે. તેની પોલીસ સમજ આપી હતી.

જેમાં સીસીટીવી લગાઈને જવા અને મોબાઈલમાં દેખાય તેરી કરવું. આજુબાજુના પાડોશીને જાણ કરી દેવી, કિંમતી ઘરેણાં રોકડ રકમ હોય તો સાથે લઈ જવી અથવા લોકરમાં મૂકી જવી, તેમજ બહારગામ જાવ તો મોબાઈલ પર લોકેશન શેર ન કરવા તેમજ નસવાડી પોલીસને જાણ કરવી, ઘરમાં કોઈ એક લાઈટ ચાલુ રાખવી, દરવાજાના લોક સાઈરન વાળા લગાવીને જવુ જેથી તરત ખબર પડે. તેમજ અન્ય સમજ પોલીસે ગ્રામજનોને આપી હતી. દિવાળી વેકેશન વધુ દિવસનું હોય ગ્રામજનોને તકેદારી રાખવા સૂચન કરાયા હતા.

અન્ય સમાચારો પણ છે...