કોરોના મુક્ત:નસવાડી કોવિડ સેન્ટર 21 દિવસમાં જ કોરોનાના દર્દીઓથી મુક્ત બન્યું

નસવાડી8 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ડોક્ટરો સાથે આરોગ્યનો સ્ટાફ રાત-દિવસ ફરજ બજાવતો હતો
  • આદર્શ નિવાસી શાળાના કોવિડ સેન્ટરમાં 21 દિવસમાં 24 દર્દીઓએ સારવાર લીધી

નસવાડી ટાઉનમા આદર્શ નિવાશી શાળામાં કોવિડ કેર સેન્ટર 6 મેના રોજ 50 બેડની સુવિધા સાથે શરૂ કરાયું હતું. જેમાં ડોક્ટરો સાથે આરોગ્ય સ્ટાફ સતત ફરજ બજાવવા આદેશ કરાયો હતો. ત્યારબાદ રાજ્યના મંત્રી બચુભાઈ ખાબડ પણ આ સેન્ટરની મુલાકતે આવ્યા હતા. પછી ઓક્સિજનના સિલિન્ડરની વ્યવસ્થા કરાઈ હતી. 21 દિવસમા 24 દર્દીઓ સારવાર લીધી હતી. જેમાં કેટલાય દર્દી સારા થઈ કોવિડ કેર સેન્ટરથી ઘરે ગયા હતા. જ્યારે કેટલાય દર્દીને વધુ સારવાર માટે રીફર કરાયા હતા.

એકંદરે આરોગ્ય લક્ષિ સેવા આપનાર ડોકટર સ્ટાફ સતત કાર્યરત હતા અને હાલ નસવાડી કોવિડ કેર સેન્ટરમા એક પણ દર્દી કોરોનાનો દાખલ નથી. એટલે કોરોના દર્દી મુક્ત કોવિડ કેર સેન્ટર નસવાડીનું બન્યું છે. હાલ કોવિડ કેર સેન્ટર પર ડોકટર સ્ટાફ હાજર રખાયા છે. નસવાડી તાલુકો પણ કોરોના દર્દી મુક્ત થવા તરફ જઈ રહ્યો છે. કારણ કે 5 દિવસમા એન્ટિજન ટેસ્ટ અને RTPCR ટેસ્ટમા એક પણ કોરોના પોઝિટિવ કેશ આવ્યો નથી.

અન્ય સમાચારો પણ છે...