લીપણ જ રંગરોગાન:આદિવાસી ઘરોમાં માટીનું લીપણ થયું

નસવાડીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • નસવાડીમાં દિવાળી, બેસતા વર્ષે વર્ષો જૂની કાચા મકાનોને લીપણ કરવાની પરંપરા યથાવત

દુનિયા સાથે ગામડા પણ ટેકનોલોજીના માધ્યમ સાથે આગળ વધી રહ્યા છે. પરંતુ આદિવાસી વિસ્તારમાં વર્ષો જૂની પરંપરા તેહવારના દિવસોમા હજુપણ અંકબધ છે. નસવાડી તાલુકાના આદિવાસી વિસ્તારના ગામડામા હજુપણ કાચા મકાનો છે. જે મકાનોમા હાલ દિવાળી અને બેસ્તાવર્ષના તેહવારને લઈ તૈયારીઓ ચાલી રહી છે.

નસવાડી નજીકના ખોડીયા ગામે વર્ષો જૂની પરંપરા મુજબ મહિલાઓ કાચા ઘરની દિવાલોને ચીકણી માટી અને પશુનું છાણ સાથે ચમકતી ઘાસની પરાડ, લાલ ગેરું મિક્સ કરી ઘરની દિવાલો તેમજ આંગણાના ઓટલા અને ઘરની અંદરનું ભોંયતળીયુ લીપણ કરી રહી છે. ખાસ કાચા મકાનને દિવાળી, બેસતા વર્ષને લઈ ચમકતા કરાઈ રહ્યા છે. દિવાળીના તેહવારમા શહેરમા લાઈટીંગથી મકાનોની શોભા વધતી હોય છે. જ્યારે ગામડાના કાચા મકાનો વર્ષો જૂની પદ્ધતિથી માટીના લીપણ કરી શોભા વધારી રહ્યા છે.

ખોડીયા ગામની મહિલાઓના જણાવ્યા મુજબ ઘર લીપણ કરી આંગણે મસ્ત રોગોળી દોરીશું. ખાસ તો બેસતા વર્ષનું આદિવાસી વિસ્તારના ગામડામા ખૂબ મહત્વ હોય છે. જેને લઈ ઘરે આવતા મહેમાનો પણ ખુશ થાય તે રીતે આદિવાસી મહિલાઓ તૈયારી કરી છે. આધુનિક ટેકનોલોજીના જમાનામા હજુ પણ આદિવાસી વિસ્તારની મહિલાઓ જૂની પરંપરા પર અડગ રહી કાચા ઘરની માટીના લીપણ કરી શોભા વધારી રહી છે.

અન્ય સમાચારો પણ છે...