મજબૂર:કુકરદાના કાચા રસ્તા બનાવવામાં તંત્ર નિષ્ક્રિય, ગ્રામજનો જાતે રિપેર કરે છે

નસવાડીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
કુકરદાના ગ્રામજનો તેમના ફળીયામા કાચા રસ્તા હોઇ ગ્રામજનો જાતે રસ્તો સરખો કરી રહ્યા છે. - Divya Bhaskar
કુકરદાના ગ્રામજનો તેમના ફળીયામા કાચા રસ્તા હોઇ ગ્રામજનો જાતે રસ્તો સરખો કરી રહ્યા છે.
  • રસ્તો ન બનતાં ગ્રામજનોએ ચોમાસાના ચાર માસ દુ:ખ ભોગવ્યું હતું
  • રોજિંદુ જીવન જીવવા ગ્રામજનો કાચા રસ્તા જાતે રિપેર કરવા લાગ્યા

નસવાડી તાલુકાની જિલ્લા, તાલુકા પંચાયતની સીટ એટલે કુકરદા. આ સીટમા આવતું મુખ્ય ગામ કુકરદા છે. પરંતુ આઝાદીના વર્ષો બાદ પણ આ ગામના 12 ફળીયાને જોડતા રસ્તા કેટલાય કાચા છે. જેમાં વાંકી કડાવ, ઓર બાર, માજા બાર ફળીયામા જવા માટે પાકા રસ્તા બન્યા નથી. કુકરદા ગામનું મતદાન મથક છે. જે મતદાન મથક જવું હોય તો પણ તંત્રને કાચા રસ્તેથી જવું પડે છે. કાચા રસ્તા હોવાથી આદિવાસી વિસ્તારના ગ્રામજનો આજે પણ પાકા રસ્તાની આશ રાખી બેઠા છે.

નસવાડી તાલુકા પંચાયતમા વર્ષે કરોડોનું આયોજન થાય છે. છતાંય આર સી સી રોડ કુકરદા ગ્રામ પંચાયતની હદ વિસ્તારમા હજુ બન્યા નથી. જ્યારે પંચાયત માર્ગ મકાને પણ આ બાબતે ધ્યાન આપવું જોઈએ. કારણ કે ગામની અડધી વસ્તીને જોડતા રસ્તા વર્ષો બાદ પાકા બન્યા નથી. જ્યારે ગ્રામ પંચાયત પાસે એટલું ફંડ નથી. કાચા રસ્તા બનાવે કોણ? સરકાર દ્વારા સુવિધા પથ, મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના થકી કાચા રસ્તા પાકા બનાવે છે. ત્યારે કુકરદા ગામના રસ્તા પાકા બને તે જરૂરી બન્યું છે.

હાલ તો દર વર્ષની જેમ ચોમાસુ પૂર્ણ થતાં રોજીંદુ જીવન જીવવા માટે વાંકી કડવ ફળીયાના ગ્રામજનો હાથમા પરાઈ, તીકમ, પાવડા લઈ કાચો રસ્તો જાતે રિપેરિંગ કરવા મજબુર બન્યા છે. નસવાડી પંચાયત માર્ગ મકાન વિભાગ, નસવાડી તાલુકા પંચાયત, કુકરદા ગ્રામ પંચાયત કાચા રોડનું સર્વે કરી ગ્રામજનોને પાકા રસ્તાની સુવિધાઓ મળે તેવા પ્રયાસ કરવા જરૂરી બન્યા છે. સરકાર ગતિશીલ ગુજરાતની વાત કરે છે. પરંતુ કુકરદાના ગ્રામજનો તેમના ફળીયામા બાઈક જાય તેવા પ્રયાસ કરવા હાથોમાં પરાઈ લઈ કાચા રસ્તાની કામગીરી કરવા જાતે મજબૂર બન્યા છે.

અન્ય સમાચારો પણ છે...