કામગીરી:લો લેવલ કોઝવે પર ચાલતા સ્લેબ ડ્રેઈનની કામગીરીની ધારાસભ્યે મુલાકાત લીધી

નસવાડી17 દિવસ પહેલા
  • કૉપી લિંક
ગઢબોરીયાદ, કાધા લો લેવલ કોઝવે પર સ્લેબ ડ્રેઈનની કામગીરી શરૂ થતાં ધારાસભ્ય અભેસિંહ તડવી સ્થળ મુલાકત કરી હતી. - Divya Bhaskar
ગઢબોરીયાદ, કાધા લો લેવલ કોઝવે પર સ્લેબ ડ્રેઈનની કામગીરી શરૂ થતાં ધારાસભ્ય અભેસિંહ તડવી સ્થળ મુલાકત કરી હતી.
  • ગઢબોરીયાદથી કાધાને જોડતા લો લેવના કોઝવે પર ચાલી રહી છે કામગીરી

ગઢબોરીયાદથી કાધાને જોડતા રસ્તા વચ્ચે લો લેવલનો કોઝવે આવે છે. જે કોઝવે પર પાણી હોય તો 100થી વધુ ગામડાના લોકો હેરાન થાય છે. કોઝવે પર સ્લેબ ડ્રેઈનની કામગીરી કરવાની હતી. પરંતુ કામગીરી શરૂ થયેલ ન હતી. અને આ સ્થળ પર કોંગ્રેસના માજી ધારાસભ્ય ધીરુભાઈ ભીલ આવી વિરોધ કર્યો હતો. અને સરકાર બદલાઈ તો કામ જતું રહ્યું હોયની વાત કરી હતી.

અને કામ શરૂ ન થાય તો યુવાનો ધરણા પ્રદશન કરશેનું જણાવ્યું હતું. તે સ્થળ પર સંખેડા ધારાસભ્ય અભેસિંહ તડવી મુલાકત કરી હતી. અને સ્લેબ ડ્રેઈન બનાવની કામગીરી પુર જોશમા ચાલશેનું જણાવ્યું હતું. કોંગ્રેસના ધારાસભ્ય પહેલા કામ કર્યું હોત તો આજે ભાજપની સરકારમા આ કામ કરવાની જરૂર ન પડતી. તેમ કહી કોંગ્રેસને આડેહાથ લીધા હતા. સ્લેબ ડ્રેઈનની કામગીરીમા 5 ગાળાનો નાનો પુલ બનશે અને કામ ઝડપી અને ગુણવતા યુક્ત કામ થાય તેના સૂચનો આર એન્ડ બીને ધારાસભ્યએ કર્યા છે.

અન્ય સમાચારો પણ છે...