21 છોટાઉદેપુર લોકસભા સાંસદ ખેલ સ્પર્ધા અંતર્ગત ગીતાબેન રાઠવા એ તેમના મતવિસ્તારમાં આવતા 4 જિલ્લા અને 15 તાલુકાઓમાં કબડ્ડી અને શુટીંગ વોલીબોલ રમતોનો નસવાડી એકલવ્ય તીરંદાજી એકડમી ખાતે ઉપસ્થિત રહી રમતનો પ્રારંભ કરાવ્યો હતો.
નસવાડી ખાતે સાંસદ સાથે ધારાસભ્ય અભેસિંહ તડવી અને જિલ્લા પંચાયતના પ્રમુખ મલકાબેન પટેલ તેમજ છોટાઉદેપુર જિલ્લા રમત વિકાસ અધિકારી દિનેશ ભાઈ ભીલ સાથે તાલુકાના ખેલાડીઓ હાજર રહી રમતમાં ભાગ લેનાર ખેલાડીઓને સાંસદ ટોસ ઉછાળી રમતની શરૂઆત કરાવી હતી. રમતમાં જે ખેલાડીઓ ટીમ વિજેતા થયા હોય તેને ટ્રોફી અને ઈનામ આપી પ્રોત્સાહીત કર્યા હતા.
તારીખ 8 જૂનના રોજ સાંસદના મત વિસ્તારમાં આવતા 4 જિલ્લા અને 15 તાલુકામાંથી વિજેતા બનેલ ટીમો વચ્ચે નસવાડીમાં ફાઈનલ સ્પર્ધા યોજાશે. જેની તૈયારીઓ શરૂ કરાઈ છે. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ખેલાડીઓમાં રહેલ સુષુપ્ત શક્તિ બહાર લાવવા દેશના સાંસદોને ખેલ સ્પર્ધાનું આયોજન કરવા હાકલ કરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.