તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બેદરકારી:નસવાડી તાલુકા સેવાસદન અને કોર્ટનું બોર્ડ રોડ પરના જંગલ ઝાડીથી ઢંકાયું

નસવાડી8 મહિનો પહેલા
  • કૉપી લિંક
નસવાડી તાલુકા સેવાસદન કચેરી અને સિવિલ કોર્ટનું બોર્ડ જંગલ ઝાડીથી ઢંકાયેલું તસવીરમાં નજરે પડે છે. - Divya Bhaskar
નસવાડી તાલુકા સેવાસદન કચેરી અને સિવિલ કોર્ટનું બોર્ડ જંગલ ઝાડીથી ઢંકાયેલું તસવીરમાં નજરે પડે છે.
  • સફાઈ બાબતે જિલ્લાના અધિકારીઓ ધ્યાન ન આપતા પરિસ્થિતિ સર્જાઈ

નસવાડી તાલુકા સેવાસદન અને નસવાડીની મુખ્ય સિવિલ કોર્ટની આગણાની શોભા વધારતા મુખ્ય બોર્ડ છે. સાથે પેવર બોલક બેસાડેલા આર સી સી રોડ છે. જે પેવર બ્લોક જેતે અરજદારો આ કચેરીમા આવે તો તેઓ રોડની બાજુમા બેસાડેલા પેવર બોલક પર પગપાળા ચાલી શકે એ માટેની સુવિધા છે. સાથે દસ કરોડથી વધુના ખર્ચે બનેલ સેવાસદન છે. જયાં દરરોજ 212 ગામના અરજદારોથી લઈ બોડેલી પ્રાંત અધિકારી અને જિલ્લાના અધિકારીઓ આવતા હોય છે. સાથે નસવાડી મામલતદાર તો દરરોજના અવર જવર કરે છે. સાથે સિવિલ કોર્ટ બાજુમા છે. છતાંય છોટાઉદેપુર જિલ્લા સ્ટેટ આર એન્ડ બીની દેખરેખમા આવતી આ બિલડીગના મુખ્ય રોડ પર આવતા કચેરીના બોર્ડ છે.

તેની ઉંચાઈ સાત ફૂટ છે. ચોમાસા દરમ્યાન આ કચેરીઓ તરફ જતા મુખ્ય આર સી સી રોડ પર જંગલ ઝાડી ઊગી ગયેલ છે. તેની સફાઈ નિયમ મુજબ કરવાની હોવા છતાય કંઈ ધ્યાન ન આપતા હવે આર સી સી રોડની બન્ને બાજુના ફૂટપાથ તો પુરા ઢંકાઈ ગયા છે. પરંતુ હવે વૃક્ષની ડાળ મુખ્ય આર સી સી રોડ પર એટલી નમી ગઇ છે કે બાઈક સવારો માટે જોખમી બની છે. દરરોજ સરકારી અધિકારીઓ અવર જવર કરે છે. છતાંય કરોડો રૂપિયાના ખર્ચે બનેલ બિલ્ડીંગોની શોભા વધારતા રોડ પર જંગલ ઝાડી ઊગી ગયેલ છે. તે બાબતે જિલ્લાના અધિકારીઓ ધ્યાન આપે તે જરૂરી બન્યું છે.

અન્ય સમાચારો પણ છે...