નસવાડી તાલુકાના લિંડા શિક્ષણ સંકુલમાં હજારો આદિવાસી બાળકો અભ્યાસ કરે છે. વર્ષે કરોડોનો ખર્ચ આ સંકુલમાં પડે છે. આ સંકુલની શાળામાં લાગેલા ફાયર સેફ્ટીના સાધનોમાં એક્ષટીગ્યુશર બોટલ એક્સપાયર ડેટના હજુ યથાવત છે. મોટી માત્રમાં જ્યા જુવો ત્યાં લાગેલા બોટલ એક્સપાયર ડેટના છે. શિક્ષણ સંકુલમાં જે ફાયર સેફટી માટેના બોટલ છે તેની તારીખ ફેબ્રુઆરી માસમાં પૂર્ણ થઈ ગયેલ છે. તેનો પણ બીજો માસ ચાલુ છે. હાલમાં આગ લાગે તો આ ફાયર સેફટીના બોટલ નકામા થઈ પડે તેમ છે.
આમ તો આટલું મોટું શિક્ષણ સંકુલ છે અને છોટાઉદેપુર જિલ્લા પ્રાયોજના વહીવટદારની સીધી દેખરેખ હેઠળ આવે છે. છતાંય ફાયર સેફટીના સાધનના બોટલની રિફલિંગ બાબતે કાળજી લેવાઈ નથી. ઉનાળાની શરૂઆત થઈ છે અને ગરમીનો પારો પણ વધી રહ્યો છે. શિક્ષણ સંકુલમાં ઇલેક્ટ્રોનિકથી લઈ ઇલેક્ટ્રિક ઉપકરણો સતત ચાલુ રહેતા હોય છે. અચાનક ફાયરની ઘટના બને તો શું થાય તે મોટો પ્રશ્ન છે.
હજારો આદિવાસી બાળકો આ શિક્ષણ સંકુલમાં અભ્યાસ કરે છે અને ત્યાં જ રહે છે. હોસ્ટેલમાં રહેવા સાથે જમવા અભ્યાસની સુવિધાઓ છે. ફાયર સેફટીને લઈ જિલ્લાથી લઈ રાજ્યનું તંત્ર જરા પણ બેજવાબદારી ચલાવી લેતું નથી ત્યારે લિંડા શિક્ષણ સંકુલમાં લાગેલ ફાયર સેફટીના બોટલ એક્સપાયરી ડેટ થઈ છતાંય હજુ તેજ પરિસ્થિતિમાં લાગેલા છે. ત્યારે કોઈ ઘટના બને અને આ સાધનો બિનઉપયોગી થાય તો જવાબદાર કોણ?.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.