જાહેરાતનો ફિયાસ્કો:8,000 ખેડૂતોને સવારે ખેતી માટે વીજ પાવર આપવાની યોજનાનો ફિયાસ્કો

નસવાડી14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • નસવાડી તાલુકામાં કિશાન સૂર્યોદય યોજના 4 માસ પણ ના ચાલી
  • 5 ફીડરના ખેડૂતોએ ફરીથી રાતના ઉજાગરા કરવાનો વારો આવ્યો

નસવાડી તાલુકો ખેતી પ્રધાન તાલુકો છે. ત્યારે નસવાડી તાલુકામા કિશાન સૂર્યોદય યોજના અંતર્ગત ખેડૂતોને દિવસનો વિજ પાવર આપવાનો કાર્યક્રમ મોટા મંડપ બાંધી જાહેરાત કરાઈ હતી. ખેડૂતોને રાત ઉજાગરા કરવાં પડે અને રાતના ખેડૂતો પાણી વારે તો કોઈ જીવ જંતુ કરડી ન જાય. તેવી સરકારે ફિકર કરી વાત કરી હતી. ઓગસ્ટ મહિનામા કિશાન સૂર્યોદય યોજના હેઠળ નસવાડી તાલુકાના 5 ફીડર પર વિજ પાવર દિવસનો કરાયો હતો. પરંતું હાલ લોડ ડિસપેજ સેન્ટરથી દિવસનો પાવર બદલાયો હોય. જેને લઈ નસવાડી જેટકો વિભાગ દ્વારા વિજ પાવર રાતનો કર્યો છે.

નસવાડી તાલુકામાં 5 ફીડર પર આવતા 8 હજારથી વધુ ખેડૂતોને રાત ઉજાગરા શરૂ થયા છે. ફરી પાણી વારવા રાતના અંધારા ઉલેચવા પડશે. જ્યારે કોંગ્રેસના માજી ધારાસભ્ય ધીરુભાઈ ભીલે ભાજપ સરકારે જે બોલે છે તે કરી બતાવે છે ની વાતો કરે છે. ત્યારે શું વીજળી ખૂટી પડી કે હવે ખેડૂતોને ફરી રાત ઉજાગરા કરવાનો વારો આવ્યો છે.

મોટા મોટા ખર્ચા અને તાયફા કર્યા તો હવે પાવર કેમ ફક્ત 4 માસમા રાતનો કરી નાખ્યો. હાથીના દાત ચાવાના જુદા અને બતાવવાના જુદા છે. ખેડૂતોને રાત ઉજાગરા નહીં કરવા પડે કરી આ સરકારે છેતર્યાનો અનુભવ કરાવ્યો છે. હાલ તો ફરી એજ જુના શિડિયુલ મુજબ વિજ પાવર આપવાનું જેટકો જણાવ્યું છે. ત્યારે 4 માસમા કિશાન સૂર્યોદય યોજના થકી કરેલ જાહેરાતનો ફિયાસ્કો થયો છે.

અન્ય સમાચારો પણ છે...