કૃષિ:પપૈયા વેપારીઓ લેવા ના આવતા ખેડૂત નસવાડીમાં વેચવા આવ્યો

નસવાડી3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

નસવાડી, તિલકવાડા તાલુકામાં હાલ પપૈયાની ખેતી કેટલાય ખેડૂતોએ કરી છે. ખેડૂતોના જણાવ્યા મુજબ વેપારીઓ હવે પાક તૈયાર થયો તો લેવા આવતા ના હોય અને ઉપર ભાવ ઓછો છે કરી પપૈયા 5 રૂા. કીલો માગતા હોય આખરે નસવાડીના બજારમાં ખેડૂત જાતે જ ટ્રેક્ટરમાં પપૈયા ભરી વેચાણ માટે આવ્યો હતો. એકંદરે લોકડાઉનમાં વેપારીઓ પણ ખેડૂતોની મજબૂરીનો ફાયદો ઉઠાવતા હોય એમ ખેડૂતો રોષ વ્યકત કર્યો હતો. પપૈયા પાકી ગયા હોય વેચાણના કરીએ તો ફેકવા પડે તેમ જણાવ્યું હતુ. જે વેપારીઓ વર્ષોથી લેવા આવતા હતા તેઓ પણ હવે જવાબ આપતા નથી. ત્યારે વેપારીઓ દ્વારા ખરીદી ન કરાતા ખરા સમયે જ વેપારીઓ મદદરૂપ નથી બનતા ખેડૂત ભારે નારાજ છે. 

અન્ય સમાચારો પણ છે...