બેદરકારી:નસવાડીના પરપ્રાંતિયો પશ્ચિમ બંગાળની જગ્યાએ બિહાર પહોંચતાં રઝળી પડ્યા

નસવાડી2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નસવાડીના પરપ્રાંતિયોને પશ્ચિમ બંગાળની જગ્યાએ બિહારની ટ્રેનમાં બેસાડી દીધા. - Divya Bhaskar
નસવાડીના પરપ્રાંતિયોને પશ્ચિમ બંગાળની જગ્યાએ બિહારની ટ્રેનમાં બેસાડી દીધા.
  • પશ્ચિમ બંગાળ જતી ટ્રેનની જગ્યાએ ખોટી ટ્રેનમાં બેસાડતાં શ્રમિકોમાં રોષ
  • બિહારમાં 24 કલાક સુધી પરપ્રાંતિયો માટે પાણી જમવાની પણ વ્યવસ્થા નહોતી

નસવાડી અને છોટાઉદેપુર જિલ્લામાંથી વહીવટી તંત્રે હોંશે હોંશે પરપ્રતિયોને એમના વતન મોકલવા મદદ કરી હતી. વડોદરાથી ટ્રેનમાં બેસાડ્યા હોંશે હોંશે ટ્રેનમાં બેસેલ પરપ્રતિયોને પશ્ચિમ બંગાળની જગ્યાએ બિહાર ઉતાર્યા હતા. બિહાર પોહચ્યાં બાદ ખબર પડી કે ટ્રેન પેહલાથી બિહારની હતી. પરંતુ પરપ્રતિયોને ખબર શુધા થઈ ના હતી. બિહારમાં 24 કલાક સુધી બધા જ પરપ્રતિયોને પાણી જમવાની કોઈ વ્યવસ્થા કરાઈ ના હતી. 

નસવાડીથી ગયેલ ડેવિડના જણાવ્યા મુજબ અમે હેરાન થયા છે. બધા નાના બાળકોથી બધા જ હેરાન છે. ટ્રેન પશ્ચિમ બંગાળની ક્યારે અમોને લઈ જશે તે કોઈ જવાબ મળતો નથી. સરકારે એકંદરે ટ્રેનમાં શ્રમિકો બધા માટે વ્યવસ્થા કરી. પરતું જે ટ્રેનમાં પશ્ચિમ બંગાળના લોકો બેઠા હોય અને બે દિવસ મુસાફરી કર્યા બાદ તેઓને બિહાર ઉતારવામાં આવે તે બાબત કેટલી યોગ્ય છે. હાલ તો જે મુશ્કેલીઓ દુઃખ ભોગવી રહેલ પરપ્રતિયો તંત્ર સામે રોષ વ્યકત કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...