તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સ્થાનિક સ્વરાજની ચૂંટણી:નસવાડી તાલુકાના ચૂંટણી જાહેરનામા પ્રસિદ્ધને લઈ તલાટીઓની બેઠક મળી

નસવાડીએક મહિનો પહેલા
 • કૉપી લિંક
નસવાડી તાલુકામાં ચૂંટણી જાહેરનામાની પ્રસિદ્ધિને અનુલક્ષીને તલાટીઓની બેઠક યોજાઈ હતી. - Divya Bhaskar
નસવાડી તાલુકામાં ચૂંટણી જાહેરનામાની પ્રસિદ્ધિને અનુલક્ષીને તલાટીઓની બેઠક યોજાઈ હતી.
 • નિયમ મુજબ જાહેરનામાની કોપી દરેક તલાટીઓને અપાઈ છે
 • સોમવારના રોજ ચૂંટણીલક્ષી જાહેરનામું પ્રસિદ્ધ થશે

નસવાડી તાલુકામાં 22 તાલુકા પંચાયત અને 5 જિલ્લા પંચાયતની ચૂંટણી જાહેર થયા બાદ હવે તાલુકા મથકની 60 ગ્રામ પંચાયતમાં આવતા 212 ગામડા સુધી ચૂંટણી આવી છે અને લોકશાહીનું પર્વ છે. ત્યારે કોઈપણ ઉમેદવાર ઉમેદવારી કરી શકે છે. સાથે ચૂંટણીલક્ષી જાહેરનામું નિયમ મુજબ જેતે ગ્રામ પંચાયતની ઓફિસ અને સાથે ગામ સેજા મુજબ પ્રસિદ્ધ કરવાનું હોય છે અને તારીખ 8 ફેબ્રુઆરીના સોમવારના રોજ દરેક ગ્રામ પંચાયત કચેરી પર ચૂંટણીલક્ષી જાહેરનામું નોટીસ બોર્ડ પર મુકવાનું અને સાથે જેને પણ મતદાર યાદી જોવી હોય તે ગ્રામ પંચાયતના તલાટીને મળી મતદાર યાદી પણ જોઈ શકે છે. સાથે કોઈપણ ગામમાંથી કોઈને પણ ઉમેદવારી કરવી હોય તો તે ગ્રામ પંચાયતમાં મતદાર યાદી સાથે તેના ક્રમાંક નંબર જોઈ શકે.

ત્યારે નસવાડી તાલુકા સેવાસદન પર નસવાડી તાલુકાની 60 ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રીઓ સાથે ચૂંટણીલક્ષી જાહેરનામાની પ્રસિદ્ધિને લઈ બેઠક યોજાઈ હતી. નિયમ મુજબ જાહેરનામાની કોપી દરેક તલાટીઓને અપાઈ છે સાથે ચૂંટણીલક્ષી અનેક મુદ્દાની સમજ અપાઈ છે. સોમવારના ચૂંટણીલક્ષી જાહેરનામું પ્રસિદ્ધ થશે અને તે જ દિવસથી ચૂંટણી લડવા માગતા ઉમેદવાર ફોર્મ લઈ શકશે અને ભરી શકશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો