તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગ્રામજનોએ ખુશી વ્યક્ત કરી:નસવાડી ટાઉનમાં સ્લેબ ડ્રેઈન પાસે બનેલા માટીના બમ્પને હટાવાયા

નસવાડી13 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • એક સ્લેબ ડ્રેઈન પાસે ચાર માટીના બમ્પ હોવાથી લોકોને મુશ્કેલી પડતી હતી
 • ગ્રામજનોએ ખુશી વ્યક્ત કરી તંત્રનો આભાર વ્યક્ત કર્યો

નસવાડી ટાઉનમા બનેલ નવીન સ્લેબ ડ્રેઈનની કામગીરી શરૂ કરાઈ છે. આ પહેલા માટીના બમ્પ વાહન ચાલકોને કામગીરી ચાલુ છેની ખબર પડે માટે બનાવાયા હતા. જે કામગીરી વખતે બમ્પ પણ જરૂરી હતા. પરંતુ કામગીરી પૂર્ણ થયાના મહિના બાદ પણ બમ્પ હટ્યા ન હતા. જેને લઈ ગ્રામજનોથી લઈ વાહન ચાલકો મુશ્કેલી ભોગવતા હતા. આખરે આ અંગેનો અહેવાલ પ્રસિદ્ધ થતા નસવાડી ટાઉનમા બનેલ નવીન સ્લેબ ડ્રેઈન પાસે મોટા બનેલ માટીના ચાર બમ્પ હટાવાની કામગીરી શરૂ કરાઈ હતી.

બમ્પ હટતા જ કેટલાય ગ્રામજનો સ્થળ પર પહોંચી કામગીરી કરાવનાર સુપરવાઈઝરનો આભાર માન્યો હતો. સાથે સરકારી તંત્રે પણ આ બાબતે એજનસીને બમ્પ હટાવવા બાબતે સૂચન કર્યા હતા. તંત્રનો પણ નસવાડીના ગ્રામજનો આભાર માન્યો હતો. ખાસ તો મોટા બમ્પ હોઈ અને બધાને મુશ્કેલી પડતી હોય જે પ્રશ્ન હલ થતા ગ્રામજનોમા ખુશી છવાઈ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

  વધુ વાંચો