દુર્ઘટના:આકોના પાસે 3 ટ્રકો વચ્ચે અકસ્માત ટ્રકની કેબિનમાં ડ્રાઈવર ફસાઈ ગયો

નસવાડીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
આકોના પાસે 3 ટ્રકો વચ્ચે થયેલ અકસ્માતમાં ટ્રકની કેબિનમાં ડ્રાઈવર ફસાયો હતો. જેને બચાવી લેવાયો હતો. - Divya Bhaskar
આકોના પાસે 3 ટ્રકો વચ્ચે થયેલ અકસ્માતમાં ટ્રકની કેબિનમાં ડ્રાઈવર ફસાયો હતો. જેને બચાવી લેવાયો હતો.
  • નસવાડીથી બોડેલી તરફ જતી 2 ટ્રકો અને રેતી ભરીને સુરત તરફ જતી 1 ટ્રક ટકરાઇ
  • પોલીસ, 108 કર્મી અને લોકોએ ભારે જહેમતે ડ્રાઇવરને બચાવ્યો
  • બે ટ્રકોના ડ્રાઈવર અકસ્માત બાદ સ્થળ પરથી ફરાર થઈ ગયા હતા

નસવાડીના આકોના ગામ નજીક પેટ્રોલપંપ પાસે નસવાડીથી બોડેલી તરફ જતી 2 ટ્રકો અને રેતી ભરીને સુરત તરફ જતી એક ટ્રક આમ કુલ 3 ટ્રકોના અકસ્માત થયા હતા. જેમાં નસવાડીથી બોડેલી તરફ જતી ખાલી ટ્રકમા રેતી ભરેલ ટ્રકનો અકસ્માત થયો હતો. જેમા ખાલી ટ્રકના ડ્રાઇવર બ્રેક મારતા પાછળથી આવી રહેલી અન્ય એક ટ્રક પાછળથી ઘુસી હતી.

જ્યારે રેતી ભરેલ ટ્રક સુરત તરફ જતી હતી. અને પુરઝડપે ઓવરટેક કરવા જતા ઘટના બની હતી. જેમાં ખાલી ટ્રકનો ડ્રાઇવર કેબિનમા ફસાયો હતો. કલાકો સુધી તેના પગ સ્ટેરીંગ નીચે ફસાયા હતા. જેને લઈ નસવાડીના ગ્રામજનો ટોચન લઈ મદદરૂપ બન્યા હતા.

સાથે નસવાડી પોલીસ અને 108ના કર્મચારીઓએ મદદ કરી હતી. કલાકો સુધી મેહનત કર્યા બાદ ડ્રાઈવરનો બચાવ થયો હતો. ડ્રાઇવરના પગમા ગંભીર ઇજાઓ થતા તેને દવાખાને લઈ જવાયો હતો. ઓવરસ્પીડ અને ઓવરલોડ રેતી ભરેલી ટ્રકો બેફામ ચાલી રહ્યા છે. ત્યારે ખાણ ખનિજ વિભાગ પોલીસ વિભાગ કડક કાર્યવાહી કરે તેવી સ્થળ પર નજરે જોનારા લોકો વાહન ચાલકો રોષ વ્યકત કર્યો હતો. અન્ય 2 ટ્રકોના ડ્રાઈવર સ્થળથી ફરાર થયા હતા. નેશનલ હાઇવે નંબર 56 પર ઓવરસ્પીડ અને ઓવરલોડ રેતી ભરેલા ટ્રકો સામે તંત્ર હાથ અધ્ધર કરી બેસી રહ્યું હોય તેમ ગ્રામજનો પણ આક્ષેપ કર્યા હતા.

અન્ય સમાચારો પણ છે...