નસવાડી દેવલીયા રોડ પર ગોધામના પાટીયા પાસે તિલકવાડા પોલીસની હદ લાગે છે. જેને લઈ છેલ્લા કેટલાય દિવસોથી તિલકવાડા પોલીસ માનવતા નેવે મૂકી દંડની કામગીરી કરી રહી છે. કાયદા બધા માટે સરખા છે. પરંતુ તિલકવાડા પોલીસ નસવાડીના વાહન ચાલકોને ટ્રાંગેટ કરે છે. તે જાણવા મળ્યું છે. નસવાડી તરફથી જતા વાહન ચાલકોને ખાસ ગોધામના પાટીયા પાસે પોલીસ રોકે છે. જેમાં સીટ બેલ્ટ તેમજ અન્ય ટ્રાફીકને લગતી કામગીરીને લઈ વાહન ચાલકોને હેરાન ગતી કરાઈ રહીનું બહાર આવ્યું છે. નસવાડીના કાર ચાલક સફીમહમદ દિવાન તેના પરિવાર સાથે તિલકવાડા જતા હોય સીટ બેલ્ટ બાંધેલ ન હોય પોલીસે તેની કાર અટકાવી હતી. તો તેને કોર્ટ મેમો માગ્યો હતો. પરંતુ પોલીસે તેને રોકડ દંડનો મેમો આપ્યો હતો. જે મેમોની રકમ પરિવાર પાસે ન હોઈ કાર સાઈડમા મૂકી પોલીસ રોકડ રકમ ભરી કાર લઈ જવા જણાવતા નસવાડીનો પરિવાર કાર મૂકી બન્ને પતિ પત્ની પગપાળા ધામસીયા સુધી 3 કિમી આવ્યા હતા. પછી બાઈક પર નસવાડી આવ્યા હતા અને રોકડ રકમ લઈ જઈ કાર લાવ્યા હતા.
જ્યારે રાજપીપળા ખાતે મ્યુદિનભાઈના પાડોશીની માતાનું મૃત્યુ થતા તેના બાળકોને રાજપીપળા મુકવા જતા હતા. ગોધામ પાસે પોલીસે અટકાવી પહેલા દંડ ભરો પછી જે કામે જવું હોય તે જજોનું પોલીસે જણાવ્યું હતું. આખરે નસવાડીથી રોકડ દંડ મંગાવી કાર ચાલકે ભર્યો હતો. ત્યાં સુધી મૃત્યુ પામેલ માતાના બાળકોને પોલીસે રોકી રાખ્યા હતા.
તિલકવાડા પોલીસની હદ નસવાડીની મેણ નદી સુધી આવે છે. જે નદીમા દેશી વિદેશી દારૂની પ્રવૃત્તિઓ ચાલે છે. સાથે 200 મુસાફરો ભરી લકઝરીઓ ખાનગી વાહનો તિલકવાડા પોલીસની હદમાંથી પસાર થાય છે. ત્યારે પોલીસ કેમ આ બાબતે કાર્યવાહી કરતી નથી ના નસવાડી ગ્રામજનોએ પ્રશ્ન કર્યા છે. કાયદા બધા માટે સરખા છે. તો પોલીસના ડ્રાઈવર સીટ બેલ્ટ બાંધતા નથી. ત્યારે નર્મદા જિલ્લા પોલીસ વડા નસવાડીના પરિવારના નિવેદનો લઈ પોલીસ પ્રજાનો મિત્ર છે ના સૂત્ર તિલકવાડા પોલીસને સમજાવે તેવી માંગ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.