તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સાક્ષરતાનો અભાવ:લાવાકોઈ ગ્રામ પંચાયતના સરપંચે કોરોનાનો સૌથી પહેલાં ટેસ્ટ કરાવ્યો

નસવાડી2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સરપંચે ગ્રામજનોને ટેસ્ટ કરાવવા પણ સમજ આપી
  • સાક્ષરતાનો અભાવે કેમ્પમાં ગ્રામજનો આવતા નથી

કોરોના વાઈરસની મહામારીને લઇ છોટાઉદેપુર જિલ્લા વિકાસ અધિકારી મિહિર પટેલ દ્વારા આરોગ્ય વિભાગ સાથે ચર્ચા કરી ગામે ગામ આરોગ્યલક્ષી કેમ્પનું આયોજન કર્યું છે. કોરોના વાઈરસની બીમારીનો ભય ગામડામાં વધુ છે. કેમ કે સાક્ષરતાનો અભાવ હોય કેમ્પમાં ગ્રામજનો આગળ આવતા નથી. ત્યારે લાવાકોઈ ગ્રામ પંચાયતના સરપંચ પ્રકાશ ભાઈ રાઠવા કેમ્પમાં ગ્રામજનોને સમજ આવે અને લોકો ટેસ્ટ કરાવે તે હેતુથી સૌથી પહેલા કોરોના ટેસ્ટ કરાવવા આગળ આવ્યા હતા.

આ રીતે ટેસ્ટ થાય છે બીજું કંઈ હોતું નથી. ખોટી વાતો અને ચર્ચા પર ધ્યાન ન આપી સરકારે આપણા ઘર આંગણે આરોગ્યલક્ષી સેવા મોકલી છે તેનો લાભ લેવા અપીલ કરી હતી. સરપંચો, જાગૃત યુવાનો અને મહિલાઓ હવે કોરોના વાઈરસની મહામારીમાં આગળ આવું પડશે તેમ તંત્ર પણ જણા‌વી રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...