મજબૂર:પાયાકોઈના બાળકો જર્જરિત શાળામાં અભ્યાસ કરવા મજબૂર

નસવાડી12 દિવસ પહેલા
  • કૉપી લિંક
પાયાકોઈ પ્રાથમિક શાળા વર્ષો જૂની પતરા વાળી છે. - Divya Bhaskar
પાયાકોઈ પ્રાથમિક શાળા વર્ષો જૂની પતરા વાળી છે.
  • રાજ્યમાં શિક્ષણનું સૌથી મોટું બજેટ છતાંય ધ્યાન આપતું નથી : ગ્રામજનો

રાજ્યનું બજેટ સૌથી વધુ શિક્ષણને લગતું ફળવાય છે છતાંય છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાની પ્રાથમિક શાળાઓ નવી બનતી નથી. નસવાડીના પાયાકોઈ ગામે 1954ની પતરા વાળી પ્રાથમિક શાળામાં આજે પણ બાળકો બેસી રહ્યા છે. ધોરણ 1 થી 8ની શાળામાં 90 જેટલા બાળકો અભ્યાસ કરે છે. આમ તો અન્ય વર્ગ છે પણ મુખ્ય શાળા જ જર્જરિત છે. 67 વર્ષ જૂની પતરાવાળી શાળા ગમે ત્યારે તૂટે તેવી છે. પતરા કાળા છે.

શિક્ષકો પણ શું કરે જિલ્લાની વડી કચેરી ફાઈલો મોકલે અને એજ શાળાની ફાઈલો મંજૂર થાયની રાહ જોઈ જોઈ વર્ષો નીકળી જાય છે અને આદિવાસી બાળકો જ ભંગાર બનેલ શાળાની છત નીચે પોતાનું ભવિષ્ય બનાવવા મજબૂર બન્યા છે. ગામના સરપંચ દિનુભાઈ ભીલ અનેક વાર શાળા નવીન બને માટે રજૂઆત કરી છે. તેમજ જાતે છોટાઉદેપુર જિલ્લા નાયબ પ્રાથમિક શિક્ષણ અધિકારીને રૂબરૂ મળીને શાળાની ફાઇલ આપી રજૂઆત કરી હતી. છતાંય પાયાકોઈ શાળા હજુ નવીન બની નથી.

અન્ય સમાચારો પણ છે...