દુર્ઘટના:ચંદનપુરા ગામમાં કોઝવે નજીકના ભૂંગળામાંથી બાળક નદીમાં તણાયું

નસવાડી18 દિવસ પહેલા
  • કૉપી લિંક
નસવાડી તાલુકાના ચંદનપુરા કોઝવે પર બાળક તણાયો તે બતાવતો ગ્રામજન અને કોઝવેની તસવીર. - Divya Bhaskar
નસવાડી તાલુકાના ચંદનપુરા કોઝવે પર બાળક તણાયો તે બતાવતો ગ્રામજન અને કોઝવેની તસવીર.
  • બાઈક ખાડામાં પડ્યું, ત્રણ ગ્રામજનોએ બાળકને બચાવ્યો
  • માતા-પિતા સાથે બાળક હોવાનું​​​​​​​ ગ્રામજનોએ જણાવ્યું

ચંદનપુરા ગામને જોડતાં લો લેવલ કોઝવે છે. તેના પર પુલ બનવાની કામગીરીને લઈ માટીના સેમ્પલ લેવાઈ ગયા છે. અને પુલ બનવાની ટેન્ડર પ્રોસેસ પણ ચાલુ થઈ ગઈ છે. પરતું લો લેવલના કોઝવે પર પાણી છે. છતાંય ગ્રામજનો જીવના જોખમે કોઝવે પસાર કરે છે. ત્યારે મંગળવારે ચંદનપુરા ગામના લો લેવલ કોઝવે પર પાણી હતું. ત્યારે સિમેલ ગામનો પરિવાર કોઝવે પરથી પસાર થતા તે પરિવાર બાઈક સાથે કોઝવેની સાઈડમા ઉતરી ગયો હતો. બાઈક પડતા સાથે જ 3 વર્ષનું બાળક કોઝવેના 6 મિટરના ભૂંગળાના ધસમસતા પ્રવાહમાંથી અશ્વિન નદીના પાણીમાં તણાયો હતો. ત્યારે સ્થળ પરથી પસાર થતા મહેશ ભીલની નજર પડતા તે બાળકને બચાવવા કુદયો હતો. અને બાળક બચી ગયો હતો.

બાળકના માતા-પિતા કોઝવે ઉપર પડેલ મોટા ખાડામા પટકાયા હતા. જેને લઈ આ ઘટના બનીનું ગ્રામજનો જણાવ્યું છે. કોઝવેના પાઈપ ખુલ્લા ન હોત તો બાળકનું શુ થાત? તે વિચારવા જેવું છે. રોડ વિભાગ તત્કાલ આ બાબતે ધ્યાન આપે અને ખુલ્લા કોઝવેની આજુબાજુ રેલિંગ બનાવે તો આવી ઘટના બનતી અટકી શકે તેમ છે. બાળકને બચાવનાર મહેશભાઈ ભીલની કામગીરી ગ્રામજનો બિરદાવી છે. કારણ કે મહેશ ભીલનો મોબાઈલ પણ નદીમા જતો રહ્યો છે. જ્યારે બાળકના માતા-પિતા કોઝવે પર પડ્યા બાદ બાળકને શોધતા હતા. તે બાળક ભૂંગળામાંથી બહાર નીકળતા ખબર પડી કે બાળક તણાયુ છે.

અન્ય સમાચારો પણ છે...