છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના ડુંગર વિસ્તારમા આવેલ સિંધિપાણીથી રણબોર જવાના રસ્તે કોઝવેનું ધોવાણ ગત વર્ષનું થયું છે. જેના એહવાલ બેવખત પ્રસિદ્ધ થયા બાદ તાલુકા મથકેથી રિપોર્ટ કરાયા હતા. પરંતુ હજુ કોઝવે જેસે થેની પરિસ્થિતિમાં છે. જ્યારે જિલ્લા કલેકટર વર્ષાઋતુ 2022ની પૂર્વ તૈયારીને લઈ બેઠક યોજી હતી.
છોટાઉદેપુર જિલ્લા કલેકટર 2022ની વર્ષાઋતુમા જિલ્લાના ગામડાના લોકોને મુશ્કેલી ન પડે અને વરસાદને લઈ અગમચેતીના ભાગરૂપે જિલ્લાના અધિકારીઓ સાથે બેઠક કરી ડિઝાસ્ટર મેનેજમેન્ટના પ્લાનની તૈયારીઓ કરી છે. જે સારી બાબત છે. પરંતુ નસવાડી તાલુકાના ડુંગર વિસ્તારના કડુલીમહુડીથી સિંધિપાણીથી રણબોર જવાના રસ્તે 30 મીટર લંબાઈનો કોઝવે આવે છે.
જે કોઝવે ધોવાયાના 2 વર્ષ થઈ ગયા છે. છતાંય તેનું પુરાણ કરાયું નથી. જે નસવાડી પંચાયત માર્ગ મકાન વિભાગની જવાબદારીમા આવે છે. આ બાબતે સતત બે વાર એહવાલ પ્રસિદ્ધ થયા હોઇ તંત્ર આ બાબતે રિપોર્ટ પણ માગેલ હતો. પરંતુ રિપોર્ટ કર્યા બાદ પરિસ્થિતિ હજુ જેસે થે તેવી જ છે.
ચોમાસામાં ભારે પાણી આવતા આ કોઝવેનું ધોવાણ થયું છે. જ્યારે આ કોઝવે આગળ 50 મિટર ડામર રોડ પણ હયાત છે. છતાંય આ ધોવાણ થયેલ કોઝવે કોઈ જોવા નથી ગયું કે કોઈ કામ કરવા પુરાણ કરવા કોઈ પોહચ્યું નથી. સતત પાણી કોઝવે ઉપરથી વહેતુ હોઇ હાલ ઉનાળામા કોઝવે નીચે પાણી છે.
જ્યારે ચોમાસામાં બાઈક સવારને નીકળવું મુશ્કેલ બને છે. નવીન સ્લેબ ડ્રેઇન મંજુર થયો છે. તે બનશે ત્યારે બનશે. પરંતુ હાલ જિલ્લા કલેકટર વર્ષાઋતુને લગતી બેઠક કરી છે. ત્યારે તેમના તાંબાના અધિકારીઓને આ કોઝવે પર મોકલી પરિસ્થિતિનો રિપોર્ટ માંગે અને અગાઉ મીડિયામા આવેલ એહવાલને લગતા શુ રિપોર્ટ કરાયા, ખોટા-સાચા બાબતે તપાસ કરવા માગ ઉઠી છે.
કોઝવે ધોવાયાંને 4 વર્ષ થયા, કોઈ જોવા આવ્યું નથી
કોઝવે વરસાદમા ધોવાયો હતો. નવો બનશેની વાત ખબર પડી હતી. અધિકારીઓ અમારા ગામે આવે. આ કોઝવે આવતા આવતા તેમને કેવી મુશ્કેલી પડે છે રોડના ખાડાની તે જોવે. તો અમે આવું દરરોજ દુઃખ ભોગવી રહ્યા છે. કોઝવેનું પુરાણ પણ કરી ન આપ્યું. બેવાર તો મીડીયામા આપ્યું તાલુકાના અધિકારીઓ ધ્યાન આપ્તા નથી. તો જિલ્લાના અધિકારીઓ શું ધ્યાન આપે છે. એ અમારો પ્રશ્ન છે. -સિધિપાણીના ગ્રામજનો
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.