તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આબાદ બચાવ:નસવાડીમાં ખુલ્લી ગટરમાં કાર ઉતરી, પરિવારનો આબાદ બચાવ

નસવાડી2 મહિનો પહેલા
  • કૉપી લિંક
નસવાડી સ્ટેટ બેન્ક પાસેના વળાંકમાં ખુલ્લી ગટરમા કાર ખાબકતા લોકોએ આવેન કારને ખાડામાંથી બહાર કાઢી હતી. - Divya Bhaskar
નસવાડી સ્ટેટ બેન્ક પાસેના વળાંકમાં ખુલ્લી ગટરમા કાર ખાબકતા લોકોએ આવેન કારને ખાડામાંથી બહાર કાઢી હતી.
  • જિલ્લા કલેક્ટર, પ્રભારી મંત્રી, સાંસદને પણ પ્રશ્ન હલ કરવા સોશિયલ મીડિયામાં જણાવાયું
  • રજૂઆત કરવા છતાંય પ્રશ્ન હલ થયો નથી

નસવાડી ટાઉનમાંથી કવાંટને જોડતો મુખ્ય સ્ટેટ હાઈવે પસાર થાય છે. જે રસ્તા પર નસવાડી સ્ટેટ બેન્કમા મુખ્ય વળાંક પર ખુલ્લી ગટર રોડની બન્ને બાજુ છે. જે વખતે રોડ બન્યો હતો ત્યારે પણ ગ્રામજનો રજૂઆત કરી હતી કે બન્ને બાજુ વ્યવસ્થિત કરી આ ખુલ્લી ગટરને બંધ કરો. પરતું હવે લોકોના પ્રશ્ન હલ કરવા હોય તો સરકારના કાર્યકમોમા રજૂઆત કરવી પડે તો તે પ્રશ્ન હલ થાય. બીજી બાજુ નસવાડી ટાઉનના મુખ્ય રોડની ખુલ્લી ગટર માટે છોટાઉદેપુર સ્ટેટ આર એન્ડ બીના અધિકારીને પણ રજૂઆત થઈ છે. છતાંય પ્રશ્ન હલ થયા નથી. અનેક બાઈક સવાર રોડની બાજુમા ખુલ્લી ગટરમા પટકાયા છે.

રવિવારે એક પરિવાર સાંજના સમયે કાર લઈ પ્રસંગમા આવ્યા હોય ઘરે જતા વખતે અચાનક ખુલ્લી ગટરમા કારનું આગળનું ટાયર ઉતરી ગયું હતું. જેને લઈ કારને નુકશાન થયું છે. ગ્રામજનો ધક્કો મારી કારને બહાર કાઠી હતી. સદનસીબે કારમા સવાર પરિવારને કોઈ ઇજા થઇ નથી. આ ગટર વ્યવસ્થિત થાય માટે જિલ્લા કલેક્ટરથી લઈ છોટાઉદેપુર પ્રભારી મંત્રી, સાંસદ બધાને ટ્વિટ કરી કામગીરી થાય બાબતે પ્રશ્ન હલ કરવા જાગૃત નાગરિક દ્વારા જાણ કરાઈ છે. છતાંય પ્રશ્ન હલ થયો નથી. ત્યારે હવે આમ જનતા ફરિયાદ કોને કરે તે પ્રશ્ન છે કોઈના જીવ ગયા બાદ ખુલ્લી ગટરનો પ્રશ્ન હલ થશે તે ચર્ચાનો વિષય બન્યો છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...

વધુ વાંચો