નસવાડી પોલીસ દ્વારા નસવાડી ઘરફોડ ચોરી કરનાર સિકલીગર ગેંગના 48 કલાકના એટલે 2 દિવસના રિમાન્ડ મળેલ હોય જેમાં પોલીસે તપાસ કરતા સિકલીગર ગેંગ દ્વારા એક કાર રોકડ રકમથી ખરીદ કરી હતી. 3.50 લાખથી ખરીદેલી કાર મોરબી સિકલીગર ગેંગના અન્ય સાથીદારને ત્યાં હોય નસવાડી પોલીસ મોરબી જઈ કાર લાવી છે. જ્યારે સોના ચાંદીના ઘરેણા આ ગેંગ વડોદરાની એક સોની મહિલા નામ પ્રીતિ સોનીને આપતા હતા. જે મહિલા સોનીને ત્યાં નસવાડી પોલીસ પહોંચી હતી પરતું તે ત્યાં હાથ લાગી નથી.
નસવાડી પીએસઆઈ સી. ડી. પટેલ અને તેમની ટીમ દ્વારા સિકલીગર ગેંગ સોનીના ઘરેથી જે ચોરી કરી હતી તેના રિમાન્ડમાં કઈક સફળતા મળી છે. જ્યારે નસવાડી કોર્ટમાં આ સિકલીગર ગેંગને બે દિવસના રિમાન્ડ પૂર્ણ થતાં વધુ તપાસ માટે નસવાડી પોલીસે વધુ રિમાન્ડ અન્ય ચોરીના ગુનામાં માગ્યા હતા. પરંતુ તે રિમાન્ડ ના મંજૂર થતા સિકલીગર ગેંગ છોટાઉદેપુર જેલમાં મોકલાઈ છે.
હવે નસવાડી પોલીસ વધુ રિમાન્ડ માગવા સેશન્સ કોર્ટમાં અરજી આપશેનું જાણવા મળ્યું છે. નસવાડી ટાઉનના સીસીટીવીમા આ ગેંગ સાથે અન્ય કોણ આમની સાથે હતા બાબતને લઈ પોલીસ તપાસ કરી રહી છે. જ્યારે આ સિકલીગર ગેંગનો મુખ્ય આરોપી હજુ ફરાર છે. નસવાડી તાલુકાના સાતબેડીયા ગામડામાં રહેતા ખેડૂતોને ત્યાં પણ લાખોની ઘર ફોડ ચોરી થઈ હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.