તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પોલીસે સમજાવ્યા:નસવાડીમાં ચાલતી હેલ્મેટ ઝૂંબેશને બાઈક ચાલકો અનુસરવા લાગ્યા

નસવાડી3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કેટલાક બાઈક ચાલકોને પોલીસે સમજાવ્યા

છોટાઉદેપુર જિલ્લા પોલીસ વડા ધરેન્દ્ર શર્માના જીવન રક્ષા પ્રોજેકટ અંતર્ગત બાઈક સવારો હેલ્મેટ ફરજિયાત પહેરે માટે એક ઝૂંબેશ શરૂ કરાઈ છે. જેમાં ખાસ બાઈક સવારો હેલમેટ ન પહેરી પોતાની જીદંગી ગુમાવી દેતા હોય છે અને અવાર નવાર માર્ગ અકસ્માતમાં પોલીસે પર સ્થળ પર જોયું કે આ બાઈક સવાર જો હેલ્મેટ પહેર્યું હોત તો તેનો જીવ બચી ગયો હોત.

સતત બે દિવસથી નસવાડી પી એસ આઈ સી ડી પટેલ અને પોલીસ સ્ટાફ બાઈક સવારોને હેલ્મેટ પહેરો જીદંગી બચાવોના સૂત્ર સાથે જાગૃતિ અભિયાન ચાલી રહી છે. જેમાં દંડ નય બાઈક સવાર હેલ્મેટ વગર દેખાય તો તેને સમજ અપાતી હતી અને હેલ્મેટ લાવો બાઈક લઈ જાવોનો નવો અભિગમ પણ પોલીસે અપનાવ્યો હતો. આખરે નસવાડી પોલીસની કામગીરીની અસર દેખાઈ રહી છે. જેમાં નસવાડી આવતા બાઈક સવારો હવે હેલ્મેટના કાયદાનું પાલન કરી રહ્યા છે. હજુ પણ પોલીસ હેલ્મેટ વગર દેખાઈ પડતા બાઈક સવારોને સમજ આપે છે. અને જેઓ હેલમેટ પહેરી નસવાડી આવ્યા તેઓ દ્વારા પોલીસ કડક હાથે એક સરખી કામગીરી કરે તેવી માગ કરી છે.

અન્ય સમાચારો પણ છે...