તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અકસ્માત:કંડવા રોડ પાસે બાઈક સવાર ઝાડ સાથે ભટકાતાં ઘટના સ્થળે જ મોત

નસવાડી6 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ડામર રોડ બની ગયો પરતું મોટા જોખમી વૃક્ષ હજુ એ જ સ્થિતિમાં

સરકારી તંત્ર સારી કામગીરી કરવા માટે છે. પરંતુ સરકારી તંત્ર જે ખરેખર કામગીરી કરવાની છે તે કરતું નથી. નસવાડીથી કવાંટને જોડતા ડામર રોડની કામગીરી હાલ પૂર્ણ થઈ છે. પરંતુ ડામર રોડની સપાટી અને રોડની હદમા આવતા મોટા મોટા જોખમી વૃક્ષને વન વિભાગની દેખરેખમા આવે છે. જેમાં સામાજીક વનીકરણ અને વન વિભાગ બન્ને સાથે મળી રોડ પર અને બાજુના જોખમી વૃક્ષ હટાવવા જરૂરી છે. પરતું કોઈને કઈ પડી નથી. બાઈક સવારો વાહન ચાલકો અફડાશે, મરશે પરતું જેના વ્હાલ સોયા આ તંત્રની બેદરકારીથી મરી જાય તેનું શું અને અકસ્માતની શરૂઆત પણ થઈ ગઈ છે.

કંડવા ગામ નજીક મધ્યપ્રદેશનો બાઈક સવાર નજીકના એક ગામ જતો હતો. તેની બાઈક રોડની લગોલગ મોટા વૃક્ષ સાથે ભટકતા તેનું ઘટના સ્થળે મોત નિપજ્યું છે. હજુ તો કેટલાય અકસ્માત મોટા વાહનોના આ રોડ પર થશે. તેમ ગ્રામજનો જણાવી રહ્યા છે. જેમાં ખાસ મોટી બસનું ઉપરનું છાપરું જતું રહે તેવા મોટા વૃક્ષની ડાળ જોખમી બની રોડ વચ્ચે છે.

હાલ તો 108 અકસ્માત સ્થળે પહોંચતા બાઈક સવાર મોતને ભેટ્યો છે. તેનો મોબાઈલ અને રોકડા રૂા. 2450 નસવાડી પોલીસને સોંપ્યા છે. નસવાડી પોલીસ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરેલ છે. એકંદરે તંત્ર મોટા વૃક્ષ અને રોડને નડતર રૂપ વૃક્ષો હટાવે નહી તો મોટી અકસ્માતની ઘટના વારંવાર સર્જાય તેવી પરિસ્થિતિ છે.

અન્ય સમાચારો પણ છે...