વિપક્ષ નેતાની માગ:2 તાલુકાની હદને જોડતો બગલીયા, તાડકાછલા રોડ 10 વર્ષથી ખખડધજ

નસવાડીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
બગલીયા, તાડકાછલા રોડ દસ વર્ષથી ખખડધજ હાલતમાં હોય નવો બનાવવા માગ - Divya Bhaskar
બગલીયા, તાડકાછલા રોડ દસ વર્ષથી ખખડધજ હાલતમાં હોય નવો બનાવવા માગ
  • વરસાદમાં રોડ ધોવાતાં પડેલા મોટા ખાડાઓ પર પેચ વર્ક કરાવવા જરૂરી
  • રોડ રિપેર કરી નવો બનાવવાની વિપક્ષ નેતાની માગ

નસવાડી અને કવાંટ આમ બંને તાલુકાની હદને જોડતો બગલીયા, તાડકાછલા રોડ છે. આમ તો આ ડામર રોડ નસવાડીના ડુંગર વિસ્તારના 50 ગામને સરળતાથી કવાંટ અને છોટાઉદેપુર જવા માટેનો રોડ છે. પરંતુ છેલ્લા દસ વર્ષથી આ રોડ ખખડધજ બન્યો છે. ગત 10 જુલાઈએ ભારે વરસાદમાં આ રોડ ધોવાઈ ગયો હતો.

અને તેના પર મસમોટા ખાડા પડ્યા હતા તે પણ ગ્રામજનોએ ભેગા થઈ પૂર્યા હતા. ત્યારબાદ નસવાડી પંચાયત માર્ગ મકાન વિભાગ દ્વારા ખાડા પૂરવામાં આવ્યા છે. પરંતુ છેલ્લા દસ વર્ષથી કમર તોડ રોડ બન્યો હોઇ વ્યવસ્થિત ડામર પેચ વર્ક કરવા ગ્રામજનોની માગ છે. નસવાડી તાલુકા પંચાયતના વિરોધ પક્ષના નેતા રાઠવા ફતેસિંગભાઈ દ્વારા નસવાડી પંચાયત માર્ગ મકાનને આ રોડ નવીન બનાવવા તેમજ રોડ વચ્ચે આરસીસી રોડ તેમજ પેવડીપ અને અન્ય કામગીરી કરવા લેખિતમાં જાણ કરી છે.

છતાંય નવીન રોડ તેમજ અન્ય કામગીરી થયેલ નથી. હાલ પણ વરસાદી માહોલમાં આ રોડથી પસાર થતા વાહન ચાલકો હેરાન થઈ રહ્યા છે. છોટાઉદેપુર જિલ્લા પંચાયત માર્ગ મકાન વિભાગ કરોડોના આયોજનો કરે છે અને વિકાસની વાતો કરે છે.

પરંતુ વર્ષોથી એક ગામથી બીજા ગામને જોડતા રસ્તા પાંચ, સાત વર્ષ બાદ સરકાર મા મંજુર કરાવી નવીન બનાવની જોગવાઈ છે. છતાંય કોઈ ધ્યાન આપતું ન હોઇ ડુંગર વિસ્તારના નસવાડી અને કવાંટ આમ બંને તાલુકાના લોકોમાં ભારે રોષ ઉઠ્યો છે. ખખડધજ બનેલ રોડના ખાડા વ્યવસ્થિત ડામર પેચથી રિપેરિંગ કરવા અને રોડ નવો જલ્દી બને તેવી માંગ ઉઠી છે.

આર એન્ડ બી વિભાગ તેમની હદનો જ રોડ બનાવે છે
મેં નસવાડી રજૂઆત કરી તો કવાંટ આર એન્ડ બી વાળા કરશે એમ કહ્યું. સરકારી તંત્ર તો એક જ છે. હું લેખિતમા નસવાડી આપું તો તેમણે જિલ્લામાં જાણ કરી રોડનો પ્રશ્ન હલ કરવો જોઈએ. અરજીઓ કરવાથી માંડ માંડ ખાડા પુરાયાં છે. હવે ડામરના પેચ વર્ક વર્ષે ક્યારે કરશે ખબર નહીં. અમે રજૂઆત કરીએ છતાંય આ કરે પેલો કરશે, એ અમારો વિષય નથી એવું કહેવામાં આવે છે. હવે નવો રોડ બનાવો એ જ અમારી માગ છે. બંને વિભાગ સ્થળ પર આવી તેમની હદ નક્કી કરી રોડ બનાવે. > રાઠવા ફતેસિંગ, વિરોધ પક્ષ નેતા, તાલુકા પંચાયત, નસવાડી

અન્ય સમાચારો પણ છે...